________________
૩૯૬. પાણીથી કર્મમળ દૂર થાય અને સુખ મળે તે ઇચ્છા છે. તે આંધળા નેતાની
પાછળ જવા જેવું છે, મૂર્ણ જીવહિંસા જ કરે છે.
૩૯૭. પાપી કૃત્યો કરતો હોય તેનાં કર્મ જો પાણી વડે દૂર થાય તો, જે કોઈ
જળચર જીવોને ખાઈ સિદ્ધિ પામે, તે અસત્ય બોલે છે કે જળ વડે સિદ્ધિ મળે.
૩૯૮. અગ્નિમાં આહુતિ નાખી સિદ્ધિ મળે છે એમ કહે છે, તે સાંજે અને સવારે
અગ્નિને અડે છે. જો આમ સિદ્ધિ મળે તો કુકર્મી પણ અગ્નિ ચેતાવે છે.
૩૯૯. અવિચારી દૃષ્ટિથી સિદ્ધ ન જ મળે. તે ઘાતની અજ્ઞાનથી ઇચ્છા કરે છે.
પ્રાણીઓ શાતાની પરવા નથી કરતા. ત્રસ અને સ્થાવર જીવોથી વિદ્યા ગ્રહણ કરે.
૪૦૦.પાપી થનથને છે, ત્રાસ પામે છે, અને લુપ્ત થાય છે. ભિક્ષુ જગતને પૃથક્
જાણી લે. ત્રસ જીવોને દેખી ભિક્ષુ પોતે આત્મગુપ્તિ સાધી વિરતિ લે.
૪૦૧. જે ધર્મ મેળવી, રાખેલું ખાય, વિકૃતથી દૂર રહી જે સ્નાન કરે. જો તે પલાયન
કરતાં વસ્ત્ર ફાડે, ત્યારે તે નગ્નતાથી દૂર નથી એમ કહ્યું છે.
૪૦૨. ધીર પુરૂષ કર્મોને જાણી તેનું દમન કરે છે. કદરૂપું જીવન, મોક્ષ શીધ્ર મળે
તે માટે જીવે છે. તે કંદમૂળાદિ ન ખાય, જ્ઞાન અને સ્ત્રીઓથી વિરતિ લે
૪૦૩. જે માતપિતા, ઘર, પુત્ર, પશુ અને ધનનો ત્યાગ કરે છે, પણ કુળમાં સ્વાદ
અર્થે જાય છે તે શ્રમણ્યથી દૂર છે એમ કહ્યું છે.
107