________________
અધ્યયન નવમું “ધર્મ”
૪૩૭. બુદ્ધિમાન બ્રાહ્મણે કયો ધર્મ ભાખ્યો છે? તે જિનનો સુંદર ધર્મ જેમ છે તેમ
હું કહીશ તે તું સાંભળ.
૪૩૮. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, ચંડાળો અને કસાઈઓ, એશિતા વેશ્યાઓ,
શુદ્રો કે જે હિંસા કરે છે.
૪૩૯. જે પરિગ્રહ કરે છે તેનું વેર વધે છે. હિંસાથી ઊપજતી ઇચ્છાથી દુઃખોમાંથી
મુક્ત ન થવાય.
૪૪૦.ખાટિકનું કામ હાથ ધરે તે વિષની ઈચ્છા કરે છે તે જાણ. અન્ય તેનું ધન
હરી જાય છે, પણ કર્મી કર્મનાં કૃત્યો કરે જાય છે.
૪૪૧. માતા-પિતા, વહુ કે ભાઈ, ભાર્યા કે પુત્ર અથવા ઓરસ આ સર્વે રક્ષણ
કરવા પૂરતા નથી. સ્વકર્મે દરેક નાશ પામે છે.
૪૪૨. પરમાર્થી જીવ આ અર્થ જાણી લે અને વિચાર કરે. ભિક્ષુ જિનાજ્ઞાથી કહ્યા
મુજબ માયા અને મમતા વિના કે અહંકાર વિના વિચરે.
૪૪૩. ધન-દોલત પુત્રો, અને જ્ઞાતિઓને ત્યાગી પરિગ્રહ પણ ત્યાગે. જીવના
અંત વિષેનો શોક ત્યાગે અને નિરપેક્ષ વિચરે.
૪૪૪ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ઘાસ અને બી સાથે વૃક્ષ પણ. અંડજ, પોતજ,
જરાય, રસ અને પરસેવામાં થતાં જીવો.
૪૪૫. આ છ કાયા વિષેની વિદ્યાને જાણ. આ છે કાયાઓ જ વિદ્યમાન છે તે
જાણ. તેનો મન, વચન અને કાયાથી હિંસા કે પરિગ્રહ ન કરે.
117