________________
૪૩૦.વાચાથી અયોગ્ય અને દોષવાળું બોલવું તે મનથી પણ ન ઇચ્છે. સર્વ રીતે
સુવ્રતો પાળી દાંત થાય, પોતાના આત્માને સમ્યકત્વથી ધારે.
૪૩૧. કોઈ જાતના પાપી કૃત્યો કરવાં કે કરાવવાં અને ભવિષ્યના પાપી કર્મોને
સંમતિ ન આપે. તે જિતેન્દ્રિય જાતે ગુપ્તિઓને ધારે.
૪૩૨. જે બોધ વિનાના મોટા નાગો (પુરૂષો) છે તે વીર, સમ્યક દર્શનવિનાના
છે. તેમનાં કૃત્યો અશુદ્ધ છે પણ તે સફળ થાય છે, સર્વ રીતે.
૪૩૩. જે નાગો સમ્યક જ્ઞાની છે તે વીર, સમ્યક દર્શનયુક્ત છે. તેમનાં કૃત્યો શુદ્ધ
છે, પણ તે કોઈ પણ વખતે સર્વ રીતે ફળ મેળવતાં નથી.
૪૩૪. જે મહાકુળોમાં જન્મેલા છે તેમના તપો પણ અશુદ્ધ થાય છે. જેને અન્ય
કોઈ નથી જાણતા કે તેમની સ્તુતિ નથી કરતા.
૪૩૫. તે થોડુંક જ ખાય અને પીવે છે. તે સુવતી અલ્પ બોલે છે. તે શાંત અને દાંત
હોઈ નિવૃત્તિ લે છે. તે ઘર વગરના સદાયે વિચરે છે.
૪૩૬. ધ્યાનયોગને આચરતા, કાયાનો ઉત્સર્ગ કરે છે. સર્વ રીતે અને સદા માટે
સહનતાને શ્રેષ્ઠ માની મોક્ષમાર્ગે ચાલી જાય છે.
આમ હું કહું છું. અધ્યયન આઠમું સમાપ્ત થયું.
-115