________________
૪૨૦. તે દ્રવિત થયેલો, બંધનોથી મુક્ત, સર્વ કર્મબંધનોને છેદી પાકેલાં પાપ
કર્મોને શલ્ય માની કાપે છે જીવનના અંત સુધી.
૪૨૧. નેતાએ સૂત્રોમાં કહ્યું છે કે હોમ કરવા બળતણ મેળવવું તે દુઃખમાં રહેવા
જેવું સાચે જ અશુભત્વ છે.
૪૨૨. વિવિધ સ્થાને રહેતા, આ લોકથી ચાલ્યા જાય છે તેમાં શંકા નથી. આ
સંસારવાસ અનિત્ય છે, આમ બુદ્ધિમાન જ્ઞાતપુત્રે કહ્યું છે.
૪૨૩. હે બુદ્ધિમાન! હવે તું માયાથી આસક્તિ છોડ, આર્ય ધર્મને પ્રાપ્ત કર, સર્વ
ધર્મો પર ક્રોધ ન કરે.
૪૨૪. સર્વ સંમતિથી ધર્મનો સાર સાંભળે. ધર્મસ્થિત અણગારે પાપોનું પચ્ચખાણ
કરવું જોઈએ.
૪૨૫. જ્યારે જરાપણ જીવનનો અંત આવતો જાણે ત્યારે વચલા સમયમાં ભિક્ષ,
પંડિત પાસે, યોગ્ય શિક્ષણ, તે અર્થે શીખે.
૪૨૬. જેમ કાચબો પોતાનાં અંગોને શરીરમાં ખેંચી લે છે, તે પ્રમાણે પંડિત
પાપોને અધ્યાત્મ વડે દૂર કરે.
૪૨૭. હાથ-પગ, મન અને સર્વ ઇન્દ્રિયો પર કાબુ મેળવી પવિત્રતામાં પરિણમે.
ભાષાના દોષ પણ તે જ પ્રકારે કાબુમાં રાખે.
૪૨૮. જ્યારે પંડિત માન કે માયા જરાપણ ઊપજેલી જાણે અને શાતા ગૌરવ
નાશ થાય તેમ જાણી, બેફિકર શાંતિથી વિચરે.
૪૨૯. જીવહિંસા કરે નહિ કે ન આપેલું લે નહિ, માયા કરે નહિ અને પોતે જૂઠું
બોલે નહિ. આ ધર્મનો શ્રેષ્ઠ મત છે.
113