________________
અધ્યયન આઠમું “વીર્ય”
૪૧૧. શ્રુતમાં બે જાતનું વીર્ય કહ્યું છે. વીરનું વીરત્વ તે કેવું હોય અને કોને વીર
કહેવાય?
૪૧૨. કર્મોથી વીર થવાય એમ કોઈ કહે છે, ત્યારે સુવતી અકર્મથી વીર થાય એમ
પણ કહે છે. આ બન્ને સ્થાનો તે મૃત્યુલોકના છે.
૪૧૩. પ્રમાદને કર્મ કહ્યું છે. તેમાં જાગૃતિ પણ સમાય છે. તે ભાવ કહેતો મંદ
હોય કે પંડિત પણ હોય.
૪૧૪. શસ્ત્રવિદ્યા કોઈ શીખે છે, તે જીવહિંસા કરવા અર્થે. ત્યારે કોઈ એક મંત્રો
ભણે છે, જેથી તે જીવહત્યા કરે છે.
૪૧૫. ઠગારો ઠગે છે અને કામભાગો આચરે છે. હણે છે, છેદે છે, કાપે પણ છે,
તે સર્વે પોતાનાં સુખ અર્થે કરે છે.
૪૧૬. તે મન, વચન અને છેવટે કાયાથી રાગ-દ્વેષથી ભરાઈને બન્ને રીતે અસંયમી
વર્તન કરે છે.
૪૧૭. વેરથી વેર કરે છે અને તેથી રંજાય છે. હિંસાથી પાપ ઊપજે છે અંત સુધી,
તે દુખનો પાશ છે.
૪૧૮. જાતે દુષ્કૃત્યો કરતો તે લડાઈઓ ઈચ્છે છે. રાગ-દ્વેષથી ભરેલો મૂઢ ઘણાં
જ પાપો કરે છે.
૪૧૯. આ થયું કર્મોવાળું મૂઢ માણસનું વીર્ય, તે મેં કહ્યું છે. હવે તું સકર્મ વીર્ય જે
પંડિતો કરે છે, તે સાંભળ.
11