________________
૪૦૪ જે કુળમાં સ્વાદિષ્ટ અર્થે દોડે છે અને પેટ ભરવા ધર્મ કહે છે, તે જો ખાવા
અર્થે ઉપદેશ કરે છે તો આચાર્યના શતાંશ જેવો છે.
૪૦૫.સદાયે પરભોજન અર્થે દીનતા દાખવે, ખાવાથી પેટ ભરાય તે અર્થે મીઠું
મીઠું બોલે, તે સૂવરની જેમ નિવારથી આકર્ષાઈ ઘાતની ઇચ્છા જ કરે છે.
૪૦૬. આ લોકે જે અન્નપાણી અર્થે તેનું સેવન કરતા, પ્રિયકર બોલે છે તેનું કુશીલ
તો જાવો. તે સડેલાં ધાન્યની જેમ બોલે છે, કે જે સત્ય વિનાનું છે.
૪૦૭.અજ્ઞાન પિંડની આશા કરે, તપથી પૂજન ન કરાવે, શબ્દો અને રૂપથી
બેફિકર રહે, સર્વ ઇચ્છાઓને દૂર કરે તે ધીર છે.
૪૦૮. ધીર સર્વ સંગનો ત્યાગ કરે અને સર્વ દુઃખો સહન કરે. સર્વ રીતે નિર્લોભી
અને એકલવિહારી પવિત્ર અણગાર લોકોને અભય દે છે.
૪૦૯. જ્યારે કર્મ ભારે થાય ત્યારે તેનો નાશ કરે, વિવેકથી ભિક્ષુ શુદ્ધતાનો
વિચાર કરે, જ્યારે દુઃખો અડે ત્યારે તેમને ધોઈને સાફ કરે, જેમ કે સંગ્રામની વખતે શત્રુને શરણે કરે તેમ.
૪૧૦. જ્યારે કોઈ મારે ત્યારે પાટિયાની જેમ ઊભો રહે. જીવનના અંતની ઈચ્છા
કરે. કર્મોને નષ્ટ કરે, ઠગે નહિ, પ્રપંચ ઉપજાવે નહિ. જેમ ગાડાની ધૂરી તૂટે તેમ નિવૃત્ત થાય.
આમ હું કહું છું. અધ્યયન સાતમું સમાપ્ત થયું.
109