________________
૪પ૬. બીજાનાં પાત્રોમાં અન્નપાણી ખાય નહિ, પરવસ્ત્ર નગ્ન હોય છતાં ધારે
નહિ. આ સઘળું વર્ય કહ્યું છે તે જાણ.
૪૫૭.પરઘરે, ઘરની અંદર, પલંગ કે ખુરસી પર બેસે નહિ. વળી પૂછપરછ કે
સ્મરણ ન કરે કે કરાવે, આ સર્વે વર્યુ છે તે જાણ.
૪૫૮, યશ, કીર્તિ અને સ્તુતિ, વળી પૂજન સત્કારની ઇચ્છા થવી, અને આ લોકમાંની
સુખેચ્છાઓ વર્જ્ય છે, તે જાણી લે.
૪૫૯. જે ખાવા-પીવાની ચીજો ભિલું પોતાના માટે વાપરે છે તે જાતનું ખાવા.
પીવાનું બીજાને આપે નહિ. તે વર્યુ છે તે જાણી લે.
૪૬૦. મહામુનિ મહાવીર ભગવંતે આમ નિગ્રંથોને કહ્યું છે. તે અનંત જ્ઞાન અને
દર્શન યુક્ત હોઈ તેમણે આ ધર્મદેશના કહી છે શ્રુતના રૂપે તે જાણ.
૪૬૧. બોલવા ખાતર ન બોલ.વળી મમતા કે માયાવાળું બકે નહિ કે ડંફાશ મારે
નહિ. ઘણી જગ્યાને છોડે નહિ પણ યથાક્રમે ધર્મ જાગૃતિ કરે.
૪૬૨. જેમ જરૂર પડે તેવી ભાષા વાપરે, જે બોલવાથી ક્રોધ ઊપજે તેવી ભાષા ન
બોલે. જે ગુપ્ત વાત છે તે પ્રસિદ્ધ ન કરે. આ છે નિગ્રંથની આજ્ઞા.
૪૬૩. હોળીનો વાદ, મિત્રનો વાદ, ગોત્રનો વાદ વદે નહિ. તું તું કહેવું સારું
નથી, તેથી તે પ્રમાણે ન બોલે. તે પ્રવર્તે નહિ તેમ જાણ.
૪૬૪. ભિક્ષુ સદા સારા શીલવાળો રહે. ભયના સંસર્ગે ડરે નહિ. ત્યાં જે કાંઈ
સારા કે નરસા ઉપસર્ગો હોય તે સર્વે જાણી લે.
૪૬૫. અંતરાય વિના કોઈ પણ કારણે પરધરે ભિક્ષુ ન બેસે. ગામના કુમારો
ક્રિીડા કરે ત્યાં મુનિ બહુવાર હસે નહિ.
121