________________
૩૮૮. હરિત, લટકતી વનસ્પતિ થોડા સમયે જુદી જુદી જાતનાં ખાવાનાં ફળો
આપે છે, જે તેમને આત્મ સુખ માટે જ છેદે છે, તેવા ધૃષ્ટ જીવો ઘણાને હણે છે.
૩૮૯. તે ધૃષ્ટ, ઊગેલા અને વધેલા બિયાંનો અસંયમથી નાશ કરી આત્માને જ
દંડે છે. તે અનાર્ય લોકો છે, એમ કહ્યું છે કે તે આત્મ સુખ અર્થે બિયાંનો બહુ નાશ કરે છે.
૩૯૦. જીવો ગર્ભમાં મરે છે, બોલતાં કે મૂંગાં, માણસો, પાંચ ચોટલી ધારતા
કુમારો, જાવાન, પ્રૌઢ અને વૃદ્ધ, આયુ ખતમ થયે ચાલ્યા જાય છે.
૩૯૧. હે પ્રાણીઓ! માનવતાને જાણી લો. ભય દેખી બાલિશ થાવ નહિ. આ
લોકે ભયંકર દુઃખથી લોકો પીડાય છે. પોતાનાં કર્મો વડેજ જીવો વિપરિત થઈ ઊપજે છે.
૩૯૨. આહાર ન મેળવી, મોક્ષ મળે છે એમ કોઈ મૂઢ કહે છે. કોઈ એક કહે છે
ઠંડા પાણીથી, ત્યારે કોઈ કહે છે કે અગ્નિ વડે મોક્ષ મળે છે.
૩૯૩. સવાર અને સાંજના સ્નાનથી મોક્ષ નથી કે ખાર અથવા મીઠું ન ખાવાથી
પણ મોક્ષ નથી. જે મદિરા, માંસ અને લસણ ખાય છે તે અન્ય જગ્યાએ રહેવાનું કહ્યું છે.
૩૯૪. સાંજે અને સવારે પાણીમાં જઈ પાણીથી જે સિદ્ધિ બતાવે છે, તેમને જો
પાણીના સ્પર્શથી સિદ્ધિ મળે તો સઘળાં જળચરો તેથી સિદ્ધ થશે, જેવા કેઃ
૩૯૫. માછલાં, કાચબા, સર્પો, મગરો, ઊંટ અને દગ રાક્ષસ વગેરે જળચરો
સિદ્ધિ મેળવે. જે પાણીથી સિદ્ધિ મળે એમ કહે છે તે યુક્ત નથી એમ પંડિત કહે છે.
- 105.