________________
૭.
અધ્યયન સાતમું “કુશીલ વિશે’’
૩૮૧. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ઘાસ, વૃક્ષ-બિયાં અને ત્રસ જીવો, અંડજ, પોતજ જીવો, પરસેવો અને રસોમાં જીવતા જીવો.
૩૮૨. આટલી કાયાઓ કહી છે, આ સર્વે જાણી લેવ. તેમના સુખની ઉપેક્ષા કરી આત્માને જ દંડો છો તેથી, તેઓમાં ઉપરીત રીતે ઊપજશો.
૩૮૩. યથાક્રમે જાતિવધ કરી ત્રસ સ્થાવર જીવો નાશ પામે છે. તે જાતિઓ બહુ જ ક્રૂકર્મી હોય છે. તેમ કરી મંદ નાશ પામે છે.
૩૮૪. આ લોકે કે પરલોકે સેંકડોવા૨ કે અન્યથા, તે સંસારમાં વારંવાર આવે છે. જુદી જુદી રીતે કર્મબંધન કરે છે, વેદે છે બન્ને પણ રીતે.
૩૮૫. જે માતા-પિતાને છોડી શ્રમણ થઈ અગ્નિને સળગાવે છે, તે લોકો કુશીલધર્મી છે. કહ્યું છે કે જે આત્મ શાતા માટે જીવહિંસા કરે છે, તે કુશીલ છે.
૩૮૬. અગ્નિને ઉજાળતો જીવોને મારે છે. બુઝાવે ત્યારે પણ જીવહિંસા કરે છે. તેથી હે ચતુર! ધર્મને દેખ ! પંડિત અગ્નિને સમારંભે નહિ.
૩૮૭. પૃથ્વી અને પાણી જીવ છે. પ્રાણીઓને મારી તે નષ્ટ થાય છે. ૫૨સેવામાં અને કાષ્ટમાંના જીવો અગ્નિ સળગાવે, દાઝી મરે છે.
103