________________
૩૭૭. અધ્યાત્મના ચારદોષતે ક્રોધ, માન, માયા અને લોભ છે. આ સર્વે કષાયોને
દૂર કરી, તે મહર્ષિ નથી કરતા કે નથી કરાવતા, પાપ.
૩૭૮. ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદીઓનાં સ્થાનો જાણી
લીધાં છે. આ સઘળા વાદોને બરાબર જાણી લઈ દીર્ધ સંયમમાં તે ભગવાન લીન થાય છે.
૩૭૯. તેમને સ્ત્રી અને રાત્રિભોજનનો ત્યાગ કર્યો અને કર્મક્ષય માટે તપશ્ચર્યા
કરી. આ લોકને શરૂઆતથી છેલ્લે સુધી જાણીને પ્રભુએ સર્વ ત્યાગ સર્વ રીતે સદાય માટે કર્યો હતો.
૩૮૦. અષ્ટપદવાળી સમાધિમાં શુદ્ધ આ અરિહંતે ભાષેલો ધર્મ સાંભળી તેમાં
શ્રદ્ધા કરી માણસો અણાયુ થઈ સિદ્ધ થાશે અથવા ઇંદ્ર દેવાધિપતિની જેમ દેવલોક જાશે.
આમ હું કહું છું. છઠું અધ્યયન સમાપ્ત થયું.
101.