________________
૩૫૯. તેમનું અખંડ જ્ઞાન સાગર જેવું હતું. મહાસાગરના પાણી કરતાં પણ વધારે હતું. કષાયમુક્ત, તે દેવાધિપતિ શક્ર જેવા તેજસ્વી હતા.
૩૬૦. તે શક્તિથી પરિપૂર્ણ વીર્યવાન હતા, સર્વશ્રેષ્ઠ પર્વતની જેમ દેખાવડા હતા. તે સુરાલયે હોય કે આરાગૃહે હોય, ત્યાં તે અનેક ગુણો વડે શોભતા હતા.
૩૬૧. તે એક લાખ યોજનાવાળો ઊંચો પર્વત ત્રણ ભાગે સોનાની જેમ દીસતો. તેના નવાણું હજાર યોજન જમીન ઉપર અને એક હજાર યોજન ભોંય નીચે છે.
/
૩૬૨. તે જમીન પરથી આકાશને અડતો હોય તેમ લાગતો, સૂરજ તેને પ્રદક્ષિણા કરે છે. તે સુવર્ણ રંગે ઘણો જ સુંદર લાગે છે. તેની ઉપર મહેન્દ્ર રતિ ક્રીડા કરે છે.
૩૬૩. તે પર્વત પર શબ્દો મોટેથી ચોખ્ખા સંભળાય છે, તે આઠ વર્ણના સોનેરી રંગે શોભે છે. આ મોટો પર્વત સર્વ પર્વતોથી શ્રેષ્ઠ છે. ભૂમિ ૫૨ તે જ્વાળાની જેમ ચળકતો દીસે છે.
૩૬૪. પૃથ્વીના મધ્ય ભાગે આ શ્રેષ્ઠ પર્વત સ્થપાયો છે. સૂર્યકિરણોથી તે સરસ દીસે છે. તેના ભૂરા રંગનાં શિખરો, ચળકતી માળાઓની જેમ રમ્ય દેખાય છે.
૩૬૫. તે સર્વ પર્વતોથી મોટો અને ઘણો જ દેખાવડો છે. તે ઉપમાની જેમ શ્રમણ જ્ઞાતપુત્ર જાતિ, યશ, દર્શન, જ્ઞાન અને શીલથી સહુશ્રેષ્ઠ છે.
૩૬૬. નિષધ પર્વત સૌથી વિસ્તારમાં મોટો છે. તે રોચક છે અને તેના વળનો વિસ્તા૨વાળા છે. તેવા જ તે શ્રેષ્ઠ જ્ઞાની, મુનિઓમાં પ્રજ્ઞાથી શ્રેષ્ઠ છે.
૩૬૭. સર્વશ્રેષ્ઠ રીતે ધર્મ કહેતા, સર્વશ્રેષ્ઠ ધ્યાન ધરે છે. તેમનું શુકલ વીર્ય સારું છે, તેમનું યોવન શુકલ છે. તે વીર્યવાન છે, શંખ અને ચંદ્રમાની જેમ વીર્ય શ્વેત વર્ણનું છે અને તેજસ્વી છે.
97