________________
અધ્યયન પાંચમું : ઉદેશ બીજો
૩૨૭. આ પ્રમાણે શાશ્વત દુઃખવાળા નરકો વિશે તે જેમ છે તેમ કહીશ. ત્યાંના
મૂઢ પાપીઓ પહેલા કરેલા સર્વે કર્મો ત્યાં વેઠે છે.
૩૨૮. તેમના હાથ-પગ બાંધી તેમનું પેટ તીક્ષણ ધારવાળી તરવારથી કાપે છે. તે
પાપીઓના વિંધાયેલા દેહને સ્થિર બાંધી પીઠ પર મારે છે.
૩૨૯. તેના બાહુને મૂળથી કાપે છે, તેનું મુખ ઉઘાડી દઝાડે છે. પછી તેને રથ
સાથે જોડી રોષથી ચાબકા મારે છે, ઈજાઓ કરે છે, દુઃખી કરે છે.
૩૩૦. જેમ વાળાથી લોઢું રાતા પ્રવાહમાં વર્તે છે, તેવી ગરમાગરમ ભૂમિ પર
તેને ચલાવે છે. દાઝેલા પગે તે દયાજનક થનથને છે, પછી તેમને ધમકાવી તપેલી ધુરીએ જોડી હંકારે છે.
૩૩૧. તે પાપીઓને બળજબરીથી ચળકતા ગરમ લોઢાના માર્ગ ઉપર ચલાવે છે.
તે કઠીન માર્ગે જતાં જતાં ત્યાંના સેવકો દંડાથી પૂરા મારી નાખે છે.
૩૩૨. જ્યારે તે પાપીઓ તે ભયંકર માર્ગે જાય છે ત્યારે ઉપરથી પડતી શિલાઓ
વડે તે હણાય છે. તે સંતાપણી નારકે ચિર સ્થિતિનાં દુઃખો હોય છે, ત્યાં
પાપીઓ ઘણા જ તપાય છે, દુઃખ પામે છે. ૩૩૩. કૂંડામાં ફેંકી તે પાપીઓને પકાવે છે. ત્યાં બળ્યા પછી તે ફરી ફરી ઊપજે
છે. ત્યાં ઊડતાં પંખીઓ તેમને બચકાં ભરે છે. વળી તીક્ષ્ણ નખોવાળાં
જાનવરો પણ તેમને ખરડી નાખે છે. ૩૩૪. હવે ત્યાં ધુમાડાથી ભરેલું સમુશિતા નામે નરક છે. શોકથી ત્રાસેલા જીવો
કરુણાજનક થનથને છે. તેમના શિર નીચા કરી કાપી નાંખે છે. લોઢાનાં
શસ્ત્રો વડે તેમનો નાશ કરે છે. ૩૩૫. ત્યાં વિખરાયેલાં અંગો હોય તેને લોઢા જેવી ચાંચોવાળાં પક્ષીઓ બચકાં
ભરે છે. સંજીવની નામે નરક ચિર સ્થિતિમાં ત્યાં છે. તે પાપીઓ ત્યાંની જગ્યાએ હણાય છે.
89