________________
૨૩૪. જ્યારે શરીરે ગાંઠ થાય અને તેને એક મુહૂર્ત સુધી ઘણી જ દબાવે તો તરત
જ પીડા થાય છે. તેમ વિજ્ઞાપના કરતી સ્ત્રીથી શું દોષ છે?
૨૩૫. જ્યારે મંધાદય નામે ઘેટું ઊભા રહી પાણી પીવે તેમ વિજ્ઞાપના કરતી
સ્ત્રીથી શું દોષ છે?
૨૩૬. જ્યારે પિંગ પક્ષી ઊભું થઈ પાણી પીવે છે, તેમ વિજ્ઞાપના કરતી સ્ત્રીથી
શું દોષ છે?
૨૩૭. તેમ તું કોઈ અનાર્યને કે જે મિથ્યાત્વી છે તેની ઉપાસના કરે અને તેને જોઈ
વિષયવાસનાથી લંપટ થાય તો પૂતનાની જેમ તારુણ્યમાં નાશ પામીશ.
૨૩૮. ભવિષ્યનો વિચાર ન કરી વર્તમાનકાળને શોધે છે, પછી પસ્તાવો થશે કેમ
કે તારુણ્યનો યૌવને નાશ થાય તેથી.
૨૩૯. જે યોગ્યકાળે પરાક્રમ કરે છે તે પછીથી પસ્તાય નહિ. તે ધીર પુરુષ છે,
અને જીવવાની ઇચ્છા કરતો નથી.
૨૪૦. લોકમાં બધાયે માને છે કે વૈતરણી નદી તરવા દુસ્તાર છે. તેમ જ આ લોકે
સ્ત્રીયો દુસ્તર છે અને બુદ્ધિમાન નથી.
૨૪૧. જે સ્ત્રી સંયોગ અને પૂજનને પીઠ દાખવે છે તે સઘળું દૂર કરી સુસમાધિમાં
સ્થિર થઈ રહે છે.
૨૪૨. જેમ વેપારી સમુદ્ર તરી જાય છે તેમ આ સંસારનો ઓઘ તે તરે છે. આ લોકે
જીવો દુઃખી થયેલા તે, પોતાના કર્મો કરે છે અને દુઃખ પામે છે.
૨૪૩. આ જાણી ભિક્ષુ સુવતી થઈ સમિતિયો પાળે. ખોટું બોલે નહિ કે ચોરી પણ
ન કરે. તે સર્વે ત્યાગે.
63