________________
અધ્યયન ત્રીજું ઉદ્દેશ ચોથો
૨૨૫. પૂર્વેના મહાપુરુષો, કે જે તપસ્વી હતા, તેમણે કહ્યું છે કે, ઠંડા પાણીથી - સિદ્ધિ મળે છે. આ જાણી તે મૂર્ખ બેસી જાય છે.
રર૬. વિદેહના નમી રાજાએ પાણીનો ઉપયોગ કર્યો નથી. પણ રામગુપ્ત તેનો
ઉપયોગ કર્યો છે. બાહુ અને તારાપણ ઋષિએ, ઠંડા પાણીનો ઉપયોગ કર્યો છે.
રર૭. આશિલ, દેવિલ અને દ્વીપાયન મહાષિયોએ અને પારાશર ઋષિએ
પણ પાણી, બીજો તથા હરિયાળીનો ઉપયોગ કર્યો છે.
૨૨૮. પૂર્વેના મહાપુરૂષોએ જે કહ્યું છે તે સંમત છે. તેમણે બીજ અને પાણીનો
ઉપયોગ કરી સિદ્ધિ મેળવી તે મેં સાભળ્યું છે.
ર૨૯. ત્યારે તે મૂર્ખ, ગધેડું ભારથી થાકી, બેસી જાય, તેમ બેસી જાય છે. પછી તે
પાટલા સાથે અપંગ ભ્રમે, તેમ ધીમો ધીમો પાછળ હીંડે છે.
૨૩૦. કોઈ કહે છે કે શાતા સુખો વડે મળે છે. જે ત્યાં આર્ય માર્ગ છે તે જ સર્વશ્રેષ્ઠ
છે અને શાંતિ આપે છે.
૨૩૧. જો તું આ ન માને અને અવગણે તો, જેમાં જુગારી જાગાર રમી હારે તેમ
તને મોક્ષ માર્ગ નહિ જ મળે.
૨૩૨. હિંસા કરે છે, જાઠું બોલતા અચકાતો નથી, ન આપેલું ગ્રહણ કરે છે,
બ્રહ્મચર્ય નથી પાળતો અને પરિગ્રહ કરતો જાય છે.
૨૩૩. હે અનાય! જ્યારે તું કોઈને જોવે છે ત્યારે તેમને આમ ઉપદેશ કરે છે. જે
સ્ત્રીયોના પાશમાં પડે છે તે જિનશાસનથી પરામુખ થાય છે.
61