________________
૨૭૪. તે જ્યારે પાપકર્મો કરે છે અને કોઈ તેને પૂછે તો તે કહે છે કે હું પાપ કરતો
નથી, તે મારા સાથળ પર બેસવા ઇચ્છે છે.
ર૭૫. આ થયું બાળકની જેમ બોલવાનું, મૂઢનું કથન. પાપ કરી તે અવગણે છે,
આમ તે બમણું પાપ કરે છે. પૂજનની ઇચ્છાથી ત્યાં બેસી ખિન્ન થાય છે.
૨૭૬. સ્ત્રી પોતાના અણગારને જોઈ તે ઘરે આવવા આમંત્રણ દે છે, તે ત્રાતા!
તમે વસ્ત્ર, પાત્ર, અન્ન અને પાણી લો, એમ વિનવે છે.
૨૭૭. આ છે નિવાર જેવું, તે જાણી તેની ઘેર જવા તે નથી ધારતો, પણ તે સ્ત્રીથી
આસક્ત થયેલો મોહ પામી ફરી ઘેર જાય છે.
આમ હું કહું છું. પ્રથમ ઉદ્દેશ પૂરો થયો.
73.