________________
૩૦૭, ત્યાંની દુસ્તર વૈતરણી નદી વિશે સાંભળ્યું છે? તેનો પ્રવાહ તીણા છરાની
જેમ દુઃખદાયી છે. તેમને શક્તિથી ઘણું જ મારે છે અને ધમકાવે છે. નદીમાંથી પસાર થવા કહે છે.
૩૦૮. ત્યાં તે દુષ્કર્મીઓનાં ગળાં વધે છે. સ્મૃતિહીન થયેલા તે જીવો નાવમાં
ઊપજે છે. તે ઘણા જ નબળા થાય છે. અન્ય નારકીઓને શૂળ અને ત્રિશૂળ વડે ભોંકે છે અને નીચા પાડે છે.
૩૦૯. કેટલાક પાપીઓના ગળે શિલાઓ બાંધે છે પછી તળાવના પાણીમાં ડૂબાવે
છે. ત્યાંની ગરમ મરમર કરતી વાળમાં ફેરવે છે અને પકાવે છે.
૩૧૦. અસૂરિયં નામે અત્યંત દુઃખવાળો નરક છે. ત્યાં ઘણું અંધારું છે. તે ઘણો
મોટો પણ છે. ત્યાં ઉપર નીચે અને તિર્ય દિશાઓ અગ્નિ વડે પૂરી ભરાયેલી છે અને તે બળ્યાં કરે છે.
૩૧૧. તેની ગુફામાં બહુ જ અગ્નિ બળે છે, અણજાણ્યો તેથી દાઝી જાય છે. તે
નરક દુઃખે ભરેલો, કરુણા કરવા જેવો છે. ત્યાં હમેશાં ગાઢ દુઃખ વર્તે છે.
૩૧૨. ક્રૂર કર્મીઓને ચારે બાજુથી અગ્નિ વડે તપાવે છે. ત્યાં તે ઊભાઊભા તપે
છે, જાણે કે માછલાં અગ્નિ નજીક આવતાં મૂક્યાં હોય.
૩૧૩. સંતક્ષણ નામે મહાદુઃખી નરક છે. તે નરકમાં ખરાબ કૃત્યો કરેલાંને હાથપગે
બાંધી નાખે છે. પછી ફળિયાંની માફક કુહાડા વડે કાપે છે.
૩૧૪. તેમના લોહી ભરેલાં ચળકતાં અંગો અને ભેદેલાં માથાઓ સાથે તે ધડોને
ફેરવ્યાં કરે છે. તેમને પછી પકાવે છે જાણે કે જીવતાં માછલાં ન હોય તેમ હલે વળે છે.
83