________________
૫.
અધ્યયન પાંચમું “નરકો”
પ્રથમ ઉદ્દેશ
૩૦૦. મેં કેવળી મહર્ષિને પૂછ્યું કે નરકમાં કેવી જાતનાં દુઃખો છે? હું તે નથી
જાણતો કે મૂઢ માણસો કેવી રીતે નરકમાં ઉપજે છે? જ્યારે મુનિ મને કહેશે ત્યારે હું તે જાણીશ.
૩૦૧. જ્યાં મેં તે પ્રભાવશાળી મહાત્માને પૂછયું ત્યારે તેમણે કહ્યું માણસોએ પૂર્વે
કરેલાં દુષ્કૃત્યોથી બહુજ દુર્ગ દુઃખો મેળવે છે. ૩૦૨. જે કોઈ મૂઢ માણસો જીવવા માટે ખરાબ કૃત્યો કરે છે, તે બહુજ ઘોર
અંધારાયુક્ત કઠણ દુઃખોવાળા નરકે જાય છે.
૩૦૩. જે પોતાના સુખ માટે અહીં જે ઘણાંએ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા
કરે છે. તે હિંસા કરી, ન આપેલું ખાય છે, તે જરાપણ શ્રેયસ્કર નથી શીખતાં.
૩૦૪. ધૃષ્ટ માણસો ઘણી જ જીવહિંસા કરે છે. તે મૂઢ વ્રત વિનાના હોઈ, ઘણાં
ઘાત ઉપજાવે છે. છેવટે અંતકાળે તે નીચે નરકમાં જાય છે, જ્યાં માથું નમાવી ભયંકર દુઃખો વેઠે છે.
૩૦૫.માર, છંદ, બિંદી નાખ, બાળી કાઢ, આવા શબ્દો બોલતા નારકી
અધિકારીઓથી ભયભિન્ન થાય છે. અને કઈ દિશાએ જવું તે નથી જાણતા.
૩૦૬. ત્યાં અગ્નિના ઢગલાઓ જ્વાળા સાથે ભડકે છે, તે જાતની ભૂમિ તેમને
ઓળંગવી પડે છે. બળવાથી તે કરુણાજનક થનથને છે. ત્યાંના તે રહેવાસી નથી છતાં ત્યાં ચિરકાળ સ્થિતિ પ્રાપ્ત થાય છે.