________________
૩૧૫. ત્યાં તે કાજળ જેમ કાળાં ન થાય, કે તીવ્ર વેદનાઓથી છૂટે નહિ. પોતાનાં
ભાગનાં દુઃખો પોતાનાં દુષ્કૃત્યો વડે તે નારકીઓ વેદનાઓ સહન કરી ભોગવે છે.
૩૧૬. ત્યાં પ્રખર અગ્નિમાં આળોટે છે, ત્યાં શાતા ન મળે, ત્યાં તેમના યોગ્ય
દુઃખો લાંબા કાળ સુધી તે વેઠે છે.
૩૧૭. ત્યાં તેમનાં દુઃખ ભરેલાં શબ્દો અને રડતો અવાજ ઘણે દૂરના નગર સુધી
સંભળાય છે. નારકીયોના ઉદયે ખાવેલાં કર્મોથી તે વારંવાર દુઃખ પામે
છે.
૩૧૮. પાપોના શિક્ષાની યોજના, પ્રાણ વડે થાય છે. હું તે જેમ છે તેમ કહું છું.
ત્યાં શિક્ષા પામતા નારકી દંડાનું સ્મરણ કરે છે. તેને સર્વ રીતે દંડાથી પૂરો ખલાસ કરે છે.
૩૧૯. ત્યાં તે હણાતાં નરકે પડે છે. મોટા તાપમાં બળતા કદરૂપા થાય છે. ત્યાં તે
ગંદું ખાય છે. તેમના શરીરો કમીઓ વડે ખવાય છે.
૩૨૦. તે પૂરેપૂરું દુઃખોનું ધામ છે. ત્યાં દુઃખ ગાઢ થઈ ઊપજે છે. ત્યાં દેહને
કુંડામાં નાખી દેહનો નાશ કરે છે. કાપેલું માથું તપાવે છે.
૩૨૧. તે નારકીઓના નાક, હોઠ અને બન્ને કાન છૂરા વડે કપાય છે. જીભને
ખેંચી તોડે છે. તીણ શૂલી વડે તેનો નાશ કરે છે.
૩૨૨. તેને તાડપત્રમાં પડિકાની જેમ તપાવે છે. દિનરાત તે નારકી જીવો થનથને
છે. તેમના શરીરોમાંથી પૂ અને માંસ ગળી પડે છે.
85