________________
ર૯૭. આવાં ભયો સારાં નથી, માટે તેમનો વિરોધ કરે, પોતાને માટે ન સ્ત્રી, કે
ન પશુ કે પોતાના હાથનું પણ ભિક્ષુ વર્જન કરે.
૨૯૮. જ્ઞાની શુક્લ લેગ્યાથી પરક્રિયાઓ ત્યાગે, તે અણગાર મન, વચન અને
કાયાથી સર્વ જાતના ઉપસર્ગો સહન કરે.
૨૯૯. આમ તે વીર ભગવાને કહ્યું છે, તેમને કર્મ ધોઈ મોહને પણ દૂર કર્યો છે.
ત્યારે ભિક્ષુ અધ્યાત્મથી શુદ્ધ થઈ, સારી રીતે મુક્ત થઈ મોક્ષ માર્ગે ચાલી જાય.
આમ હું કહું છું. બીજો ઉદ્દેશ પૂરો થયો. ચોથું અધ્યયન સમાપ્ત થયું.
IS