________________
૨૮૭. શાક પકાવવાનું વાસણ, આમળાદિ અને પાણી માટે હાંડી લાવ. તિલક
કરવાની સળી અને અંજનની સળી લાવ અને મારા માટે પંખો પણ લાવ.
૨૮૮. ચીપિયો, કાંસકો, વેણી બાંધવાની જાળી લાવ. અરિસો અને દંતમંજન
લાવ.
૨૮૯. પૂજા અર્થે ફળ, પાનસોપારી અને સોયદોરો પણ લાવ. ડોલ અને પેશાબનું
પાત્ર લાવ, ખાંડણી તથા ખાર ગાળવા ગળણી પણ લાવ.
૨૯૦. ચાંદલો કરવા વાટકી, પાણીનું પાત્ર, સંડાસ અર્થે ઘર, વચમાં ખોદ, પૂજા
માટે પગરખાં, શ્રમણરાય માટે ગાડું પણ લાવ.
૨૯૧. લેટી, કુમાર માટે પૂતળી લાવ. ડમરૂં અને સૂતરનો દડો પણ લાવ. વર્ષા
આવે તે માટે અન્નપાણી અને વાહનની જોગવાઈ કર.
ર૯૨. નવપુત્ર અર્થે ઘોડિયું લાવ, ચાલવા પગરખાં લાવ, આમ તે હમાલની
માફક પુત્ર દોહદ્ માટે દાસની જેમ વર્તે છે.
૨૯૩. જ્યારે બાળક જન્મ, ઘરે કે બીજી જગ્યાએ, ત્યારે પુત્રપોષણ અર્થે ઊંટની
જેમ તેને અઘરું કામ કરવું પડે છે.
૨૯૪. રાતના ઊઠી ધાત્રીની જેમ બાળકને સાચવવું પડે છે. ભલે તે શરમજનક
હોય તો પણ હંસની માફક કપડાં શુભ્ર ધોવાં પડે છે.
૨૯૫. આમ તો ઘણા માણસોએ પૂર્વે કર્યું છે. તેમણે આ સર્વે પણ ભોગવ્યું છે,
વેક્યું પણ છે. તે દાસ, જાનવર કે સેવકની જેમ, કે પશુની જેમ તેવું કામ કર્યું છે.
૨૯૬. આ તારા માટે વિજ્ઞપ્તિ છે કે સ્ત્રી સંગ કે સ્ત્રી સહવાસનો ત્યાગ કરે. તે
પ્રકારની ઇચ્છાઓ વજ જેવી ભયંકર કહી છે.
77