________________
૨૫૫. હવે તે રથ હાંકનારની જેમ ચાક ઉપરથી વળે તેમ નમે છે. તે જાનવરની
જેમ બંધાયેલો થનથને છે, પણ તે તેને છોડતી નથી.
૨૫૬. જાણે વિષયુક્ત દૂધ પીધું હોય તેમ તે પછી પસ્તાય છે. તેથી વિવેકથી
દ્રવિત થેયલા ભિક્ષુને સ્ત્રીયો સાથે સહવાસ ન જ કરવો ખપે.
૨૫૭. તેથી સ્ત્રીયોને, વિષયુક્ત અને કાંટા જેવી જાણી, તેમને ત્યાગે. નીચ કૂળમાં
રહી જે ઉપદેશ કરે તે નિગ્રંથ નથી.
૨૫૮. જે આમ કોઈ વધારાનું છોડેલું ગ્રહણ કરે છે, અન્ય રીતે તે કુશીલ છે. જે
શાસ્ત્રભક્ત ભિક્ષુ છે, તે સ્ત્રી સાથે હરે ફરે નહિ.
૨૫૯. અણગાર ભિક્ષુ દીકરી, ધાત્રી, વહુ કે દાસી, પ્રૌઢા કે કુમારી સાથે સહવાસ
ન જ કરે.
૨૬૦. જ્યારે કોઈ જ્ઞાતિજન કે મિત્ર, તે બન્નેને એકઠા થયેલા અપ્રિય રીતે વર્તતા
જોવે, ત્યારે કહે છે: “તું વિષયાસક્ત અને કામયુક્ત છે તેથી, તે સ્ત્રીના માણસની જેમ તેનું રક્ષણ-પોષણ કર.”
૨૬૧. જ્યારે કોઈ શ્રમણ દાસીને દેખે તો પણ કોઈ ગુસ્સે ભરાય છે. અથવા
ભોજન અર્થે કશું નથી, તેમ સ્ત્રીના દોષની શંકા કરે છે.
ર૬ર. જો સ્ત્રી સાથે રહે તો તે સમાધિયોગમાં ભ્રષ્ટ થાય છે. તેથી તે શ્રમણ સ્ત્રી
પાસે ન જાય કે આત્મહિત ખાતર તેની સાથે સુવાનું ત્યાગે.
૨૬૩. ઘણાયે ઘરોએ ઠગીને તે ભાગી જાય છે. તે મિશ્રભાવે શરૂઆત કરે છે. તે
કુશીલ પોતાની, વાચાશક્તિ વડે ધ્રુવમાર્ગનું પ્રવેદન કરે છે.
69