________________
૪. અધ્યયન ચોથું “સ્ત્રીયો”
ઉદેશ પહેલો
૨૪૭. જે માતા-પિતા અને પૂર્વેના સંબંધીયોને છોડી પોતાના હિત માટે ચારિત્ર
લે છે તેણે મૈથુનથી દૂર રહેવું, વિયુક્ત જીવન ગાળવું.
૨૪૮. તે મૂઢ તરફ ધીમેથી ગુપ્ત પગે જાય છે. તે તેનો ઉપાય પણ જાણે છે, તે છે
કોઈ ભિક્ષુનો નાશ કરવાનો (ભ્રષ્ટ કરી).
૨૪૯. તેને ભીડીને તે બેસે છે. પછી હર સમયે પોશ વસ્ત્રો ધારણ કરે છે. તેના
શરીરનો નીચેનો ભાગ દેખાડે છે. હાથ ઊંચા કરી કેડ ઉપર મૂકે છે.
૨૫૦. કોઈ વાર શયન અને આસનોના યોગ વડે સ્ત્રીયો આમંત્રણ આપે છે.
પાસાંઓ કેમ ફેંકવાં તે બરાબર જાણે છે.
૨૫૧. તેની આંખોથી આંખ ન સાંધે, વળી કોઈ સાહસ કરવા “હા” ન પાડે.
પોતાના આત્માને સુરક્ષિત રાખવા તેની સાથે હરવાફરવા જાય નહિ.
૨પર. આમંત્રી તેને ઉલ્લાસિત કરી ભિક્ષુને અંદર બોલાવે છે. જુદા જુદા આકર્ષક
શબ્દોથી કેમ આકર્ષવું, તે સારી રીતે જાણે છે.
૨૫૩. તેનું મન બાંધવા તે અનેક કરણાયુક્ત આકર્ષક વિનંતિયો કરે છે. તે મધુર
બોલે છે, અને જુદી જુદી કથાઓ કહી તેની ઉપર અસર કરે, પ્રવર્તે છે અને આજ્ઞા પણ કરે છે.
૨૫૪. જ્યારે સિંહ ગર્જના કરે છે (પાંજરામાં પૂરેલો) ત્યાં પાસેનું જાનવર ભય
વિના તેને જોવે છે. એ જ રીતે સ્ત્રીયો તે ભિક્ષુને બાંધી રાખે છે.
65