________________
૧૫૧. જે અહીં હિંસા કરે છે તે પોતાના આત્માને દંડે છે. તે પાપલોને જાય છે,
ત્યાં અસુરોના સ્થાને સદાયે રાત્રી હોય છે.
૧૫ર. કહે છે કે આયુને જાણવું નહિ, આમ મંદ જીવો ધૃષ્ટતાથી બોલે છે. તે
દોઢડાહ્યા થઈ કહે છે કે, પરલોક જવાનું કોણે દીઠું છે?
૧૫૩. એક મંદ માણસ ડાહ્યા માણસને પોતાના પંથમાં શ્રદ્ધા કરાવે છે તે પાખંડી
ધર્મ માટે હા પાડે છે, આ મોહનીય કર્મોના ઉદયે થાય છે.
૧૫૪. પૂજન, સત્કાર ભોગવવા દુ:ખી વારંવાર મોહમાં પડે છે. માટે હિતનો
વિચાર કરી સર્વ જીવોને આત્મતુલ્ય ગણી સંયમથી વર્તે.
૧૫૫. ભલે તે માણસ ઘરે આવી વસવાટ કરે, તે પહેલાની જેમ બીજા જીવો સાથે
સંયમથી વર્તે છે. સિદ્ધાંત મુજબ સુવ્રત પાળી દેવલોક જાય છે.
૧૫૬. ભગવાનનો આદેશ સાંભળી, સત્યથી શરૂઆત કરે છે. બધેય અદેખાઈ
અને વેરને દૂર કરે છે. વધારાનું છોડેલું શુદ્ધ અન્ન તે વાપરે છે.
૧૫૭. ધર્માર્થિ સર્વ જાણી લે અને તપસ્યાવીર્યથી પોતાનું સ્થાપન કરે, સદાયે
- ત્રણ ગુપ્તોઓને ધારે, પોતાની જેમ બીજા જીવોને માને.
૧૫૮. મૂઢ માણસ ધન-દોલત, પશુઓ અને જ્ઞાતિજનોને પોતાનું શરણ માને
છે. તે મારા અને હું પણ તેમનો જ, આથી શરણ કે રક્ષણ ન જ મળે.
૧૫૯. સંકટ આવે કે બીજાં કાંઈ થાય અને ભવનો અંત નજીક આવે ત્યારે એક જ
ગતિ મળે છે. વિદ્વાન તેને શરણ છે એમ નથી માનતો.
૧૬૦. અવ્યક્ત દુઃખો છે તે સર્વે પોતાનાં કરેલાં કર્મો વડે જ થાય છે. જન્મ
ઘડપણની વ્યથાઓ, અને મરણની વ્યાકુળતાથી ભરાઈ, ભયભીત થઈ ફર્યા કરે છે.
a
-41.