________________
અધ્યયન ત્રીજ “ઉપસર્ગો”
પ્રથમ ઉદ્દેશ
૧૬૫. જ્યાં સુધી જેતાને જોતો નથી ત્યાં સુધી તે પોતાને શૂર માને છે. શિશુપાળ
મહારથીએ દ્રઢતાથી યુદ્ધ કર્યું હતું.
૧૬૬. શૂર રણમોખરે લડાઈમાં જવા દોડે છે. જ્યારે તે લડાઈમાં છેદભેદ થઈ
મરાય છે ત્યારે માતા પુત્રને પણ જાણી શકતી નથી.
૧૬૭. ભિક્ષા કેમ આચરવી તે સારી રીતે ન જાણી, જ્યાં સુધી રુક્ષ ખાધું નથી;
ત્યાં સુધી તે પોતાને શૂર માને છે.
૧૬૮. જ્યારે હેમંત માસમાં વાયરા સાથે ઠંડી અડી પડે ત્યારે, તે મંદ, રક્તહીન
થયેલા ક્ષત્રીયની જેમ બેસી જાય છે.
૧૬૯. ગ્રીષ્મ ઋતુમાં જ્યારે તેને ગરમી અડે છે ત્યારે ખિન્ન થઈ તેને ઊંઘ આવે
છે. જેમ છીછરા પાણીમાં માછલું બેચેન થાય છે, તેમ જ તે બેચેન થઈ બેસી જાય છે.
૧૭૦. તેને સદાયે ભિક્ષા મેળવવાની ઇચ્છાથી ચિંતા થાય છે વળી યાચના કરવાનું
બમણું દુઃખ થાય છે. પૃથક પૃથક્ માણસો કહે છે કે, તે કમનસીબ છે. તેના કર્મ દુર્ભાગ્યના છે.
૧૭૧. આવા શબ્દોથી ચલિત થઈ તે ગામ અને નગરમાં અસ્થિર થાય છે. જેમ
લડાઈમાં ભીરુ પાછો ફરી બેસી જાય, તેમ તે બેસી જાય છે.
૧૭૨. જ્યારે ભિલું જરા પણ ગણગણે, તે અવાજ સાંભળી શ્વાન તેને કરડી ઈજા
કરે છે. તેથી તે ફીકો પડી જાનવરની જેમ બેસી જાય છે.
45