________________
૧૬૧. આ ક્ષણે જ જાણી લે કે સમ્યજ્ઞાન મળવું ઘણું જ અઘરું છે, તેથી પોતાના હિતનો વિચાર કરે, એમ જિનેશ્વરે કહ્યું છે અને આમ જ બાકીના જિનો કહેશે.
૧૬૨. ભવિષ્યના, ભૂતકાળે થયેલા, અને વર્તમાનકાળે સુવ્રતધારી થશે. કાશ્યપના ધર્મના આચરણ કરતા જીવો માટે આ પ્રમાણે ગુણો કહ્યા છે.
૧૬૩. ત્રણ રીતે જીવહિંસા ન કરે, સુવ્રતધારી આત્માર્થે નિયાણા ન કરે. આમ સઘળા સિદ્ધ જીવો કે જે અનંત છે, તેમાં વર્તમાન, ભૂત અને ભવિષ્ય
કાળના સિદ્ધો આવી જાય છે.
૧૬૪. આ પ્રમાણે અરહંત ભગવાન વૈશાલીના જ્ઞાતપુત્રે કહ્યું છે તે શ્રેષ્ઠ જ્ઞાની અને શ્રેષ્ઠ દર્શનયુક્ત સર્વશ્રેષ્ઠ જ્ઞાન દર્શન ધરે છે. આમ જિનવર ભગવંતે ઉત્તમ કર્મ વિદારણ કહ્યું છે. જે તેનું આચરણ કરે છે તે કર્મક્ષય કરી શિવ ગતિ તરફ જાય છે.
આમ હું કહું છું. ત્રીજો ઉદ્દેશ પૂરો થયો. અધ્યયન બીજાં પૂરું થયું.
43