________________
૧૯૧. જ્યારે વૃક્ષ વનમાં ઊપજે છે ત્યારે લતાઓ તેને બાંધે છે. તે રીતે જ જ્ઞાતિજનો તે અદક્ષ મુનિને બાંધે છે.
૧૯૨. હાથીની જેમ તે નવાગૃહે જ્ઞાતિ સંગે ગાઢ બંધાય છે. તે તેમની પાછળ નવપ્રસૂતા ગાયની માફક જાય છે.
૧૯૩. આ માણસોનો સંગ પાતાળે ગયેલાની જેમ તારે નહિ. કુટુંબીયોના મોહમાં પડેલા નબળા માણસો દુઃખથી પીડાય છે.
૧૯૪. ત્યારે જ ભિક્ષુ સારી રીતે જાણી લે કે સર્વ સમાગમો અને સહવાસો મોટા આશ્રવ છે. સર્વશ્રેષ્ઠ ધર્મ સાંભળી જીવવાની ઇચ્છા ન જ કરે.
૧૯૫. ભગવાન કાશ્યપે પ્રવેદ્યું છે કે અહીં જ મોટું વંટોળિયુ છે જ્યાંથી જ્ઞાની દૂર થાય છે, ત્યારે તે મંદ, ત્યાં જ બેસી રહે છે.
૧૯૬. તે સાધુનું જીવન ગુજારતા ભિક્ષુને, રાજાઓ, રાજાના મંત્રીયો, બ્રાહ્મણો અને ક્ષત્રીયો, ભોગ ભોગવવા આમંત્રે છે.
૧૯૭. હે મહાૠષિ ! અમો તમને પૂજીએ છીએ. આપ વિહારગમન અર્થે હાથી, ઘોડા, રથ અને વાહનોનો સ્વીકાર કરો.
૧૯૮. વળી સારાં વસ્ત્રો, સુગંધી દ્રવ્યો, અલંકારો, સ્ત્રીયો અને શયનો આપના ભોગ અર્થે તૈયા૨ છે, તે ભોગ ભોગવો. હે આયુષ્માન ! અમે તમને પૂજીએ છીએ.
૧૯૯. જો ભિન્નુભાવના નિયમો ભંગાય, તો તમો ઘરે આવી વસવાટ કરો તો, તે સર્વે બરાબર થઈ જશે. ત્યાં બધુંયે હાજર છે.
૨૦૦. જ્યારે ચિરકાળ મન દૂષિત હોય, ત્યારે તેને દોષ કેમ કરી અપાય ? જેમ નિવા૨થી સૂવરને આકર્ષે છે, તેમ ભિક્ષુને તે નિમંત્રણ આપે છે.
51