________________
૨૧૩. તમે સરખા રાગવાળા થઈ એકબીજાના વશમાં છો. જ્યારે સારા માર્ગ
તરફનો સભાવ નષ્ટ થાય છે, તેથી સંસાર પાર ન જ થઈ શકે.
૨૧૪. હવે તે મોક્ષ વિશારદ્ ભિક્ષુની નિંદા, ગઈણા કરે છે. આમ બોલતાં તમે
પરપંથનું જ સેવન કરો છો.
૨૧૫. તમે ગૃહસ્થના પાત્રોમાં ખાવ છો, બહારથી લાવેલી વસ્તુઓને વાપરો
છો, વળી તમે બીજ અને ઠંડું પાણી વાપરો છો, અને તમારા અર્થે કરેલું ભોજન કરો છો.
૨૧૬. તીવ્ર દુઃખથી લેપાયેલા યશ વગરની અશાંતિથી નિરાશ થયા છો. ઘણું
ખંજવાળવાથી સારું થાય નહિં, પણ તેથી રોગ વધે છે.
૨૧૭. તે, તે વડે ખરડાયેલા છે, આમ જ્ઞાની પુરુષે જાણ્યું છે. આ નિયતિનો માર્ગ
નથી. આ છે અવિચારી વૃત્તિ અને કૃતિ.
૨૧૮. મદિરા પીધેલા જેમ આ બોલવું છે કે જે વાંસના અગ્ર ભાગમાંથી કરેલી છે.
ઘરે લાવે તે ઠીક છે, પણ ભિક્ષુએ તેનું સેવન કરવું નહિ.
૨૧૯. હિંસાથી ધર્મજ્ઞાનની શુદ્ધિ ન જ થાય. પહેલાથી વિચારેલી આ દૃષ્ટિયો
પહેલા પ્રકાશમાં લાવી નથી.
૨૨૦. સર્વ પ્રકારે પ્રયત્નથી સ્થિર થવા ઉતાવળ કરે. ત્યારે વાદને દૂર કરવા કહી
તેનો ઉપયોગ કરી તે અંદર ધારણ કરે.
૨૨૧. રાગદ્વેષથી ભરાયેલો આત્મા મિથ્યાત્વથી ત્રાસે છે, ભરાય છે. જેમ ટાંકી
પર્વતને ઈજા ન કરે તેમ બોલ્યા વિના તે શરણે જાય છે.
૨૨૨. આત્મસમાધિ અર્થે ઘણી જાતના ગુણો કેળવી પ્રકલ્પો કરે છે. જેનો અન્ય
વિરોધ ન કરે, તેમ તેમ તે તેને આચરે છે.
57