________________
અધ્યયન ત્રીજું ઃ ઉદ્દેશ ત્રીજો
૨૦૪. લડાઈમાં ભયભીત થયેલો સૈનિક જ્યારે પાછળ જોવે છે ત્યારે તેને થાય છે કે સાચે જ! પાછા ફરવું સારું છે, પરાજય થશે તે કોણ જાણે છે ?
૨૦૫. મુહૂર્તોમાંનું મુહૂર્ત એવું પણ હોય કે તે મુહૂર્ત તે સમાન થાય. તેની અપેક્ષા છે કે પરાજય થયે દૂર ભાગી જવું પડશે.
૨૦૬. તે રીતે કોઈ શ્રમણ પોતાની થોડી નબળાશ જોઈ ભવિષ્યનું સંકટ જોય છે અને સૂત્રો વિષે ખોટી અટકળો કરે છે.
૨૦૭. સંકટ, સ્ત્રીસંગથી કે ઠંડું પાણી વાપરવાથી આવશે તે કોણ જાણે છે? જ્યારે કોઈ પ્રેરે તો કહીશ કે મેં તેવું વિચાર્યું નથી.
૨૦૮. આ તે ભૂંસી નાંખે છે અને વળવાનું માંડી વાળે છે. તેને ધર્મમાં શંકા થાય છે, તે ધર્મને જાણતો નથી.
૨૦૯. સંગ્રામ કાળે જે પ્રસિદ્ધ શૂર લડવૈયો હોય છે તે લડાઈમાં પીઠ ન બતાવે તેથી તે મરણને જ પસંદ કરે છે.
૨૧૦. ધર્મમાં જાગ્રત અને સ્થિર થયેલો ભિક્ષુ ઘ૨ બાંધે નહિ, હિંસાથી દૂર રહે અને આત્માર્થી થઈ વિચરે.
૨૧૧. સારું સાધુનું જીવન ગુજારતા ભિક્ષુની જે નિંદા કરે છે અને જે આમ ખરાબ બોલે તે પોતાની સમાધિનો અંત લાવે છે.
૨૧૨. સરખા વિચારોથી બંધાયેલા, એકબીજામાં મૂર્છા પામે છે. જ્યારે ભોજન સાથે વાયુને ગળી જાય ત્યારે તેને ફીણયુક્ત સારણી થાય છે.
55