________________
અધ્યયન ત્રીજઃ ઉદેશ બીજો
૧૮૨. અહીં જે સૂક્ષ્મ સંગ છે તે ભિક્ષુ માટે દુસ્તર છે. તેથી તે ત્યાં જ બેસી જાય
છે. તેને જવા માટે ઉતાવળ નથી.
૧૮૩. જ્યારે તે કોઈ જ્ઞાતિજન દેખે, ત્યારે પરિવારના માણસો રડે છે. હે બાપુજી!
અમને પોસવા પીઠ બતાવો છો, તમે શું કામ અમને છોડી જાવ છો?
૧૮૪. હે બાપુજી! તમારા પિતા ઘરડા છે, તમારી બેન નાની છે, તમારા ભાઈ
સગા થાય, તો આ સઘળાઓને શું કામ તમે છોડી જાવ છો?
૧૮૫. લોકો કહે છે કે માતા-પિતાનું પોષણ કરવું જોઈએ. આ લૌકિક છે કે
માતા-પિતાનું પોષણ કરવું.
૧૮૬. તમારા નાના પુત્રનું મધુર બોલવું સાંભળો, પિતાજી! તે નાનો છે - તમારી
સ્ત્રી નવી છે, રખે તે અન્ય માણસ સાથે ચાલી જાય?
૧૮૭. તેથી હે તાત! ઘરે આવો, અમે તમારા કર્મસાથી થઈશું. બીજું તમારા
જમાઈ તમારા પોતાના ઘરે જ છે, તે જાંઓ.
૧૮૮. જઈને પાછા ફરવું તેથી તમે અશ્રમણ નહિ થાવ. સ્વાર્થ વિનાનું બીજાનું
કામ કરવા તમને કોણ રોકી શકે?
૧૮૯. હે તાત! જે કાંઈ થોડું કર્જ છે તે સઘળું સરખું કરી દઈશું. અમે તમને
સોનાચાંદીનો વ્યવહાર પણ સોંપી દઈશું.
૧૯૦. કરુણામય વિનંતીયો સાંભળી ત્યાં જ સ્નેહ પામે છે. જ્ઞાતિજનોના સંબંધથી
બંધાયેલો તે ઘેર દોડે છે.
49