________________
૧૭૩. જ્યારે તે પરપંથી સાથે વાત કરે અને પરપંથી વિરોધી બોલે ત્યારે તે તેનો
પ્રતિકાર ન કરી શકે, તેવું પ્રતિકાર વિનાનું જીવન તે ગુજારે છે.
૧૭૪. કોઈ તેને ખરાબ શબ્દોથી સંબોધે છે, જેમ કે નાગડો, ભિખારી, મૂંડિયો,
ખંજવાળીયો, વિકલાંગી, ધોળીયો, કોઢિયો, ગાંડો વગેરે.
૧૭૫. આમ વિરોધી વાતાવરણમાં તે પોતાના આત્માને નથી જાણી શકતો. તે
મોહ ભરેલો, એક અંધારેથી બીજા અંધારે જાય છે. આમ તેની મૂર્ખની જેમ સ્થિતિ થાય છે.
૧૭૬. ડાંસ, મચ્છરોના ડંખ, ઘાસની અણીયો ભોંકાય તેથી તે અસ્થિર થાય છે.
તે કહે છે, મેં પરલોક તો જોયો નથી તેથી અહીં જ મરવું તે શ્રેષ્ઠ છે.
૧૭૭. કેશના લોંચથી ત્રાસી જઈ અને બ્રહ્મચર્યન પાળી શકવાથી પરાજિત થયેલો
તે મંદ, માછલાંની જેમ ઘેર જઈ બેસી જાય છે.
૧૭૮. તેના આચાર પોતાને જ દંડે તેવા હોઈ, તેનો ભાવ મિથ્યાત્વ વડે ભરાય છે.
જ્યારે તે હર્ષ પામે છે ત્યારે કોઈ અનાર્ય તેને મારે છે અને ઈજા કરે છે.
૧૭૯. પ્રવાસ કરતા જો તે કાઈ ઝાલે, ત્યારે તે ચોર છે એમ કહે છે. ત્યાંના
અધિકારીયો તેને ખરાબ શબ્દોથી બોલે છે, તે મૂર્ખ ભિક્ષુને બાંધી રાખે છે.
૧૮૦. ત્યાં તેને દંડાથી, મૂઠીથી, અથવા ફળોથી મારે છે. ત્યારે તે મૂર્ણ જ્ઞાતિજનોને
યાદ કરે છે, જે ક્રોધ પામેલી સ્ત્રી જેવું છે.
૧૮૧. આ સઘળાં પરીષહો ઘણાં જ કઠણ છે અને અહિતકર છે. તે તીરથી વિંધાયેલા
હાથીની જેમ નબળો થઈ ઘેર જાય છે.
આમ હું કહું છું. પ્રથમ ઉદ્દેશ પૂરો થયો. (અધ્યયન ત્રીજું)
47