________________
૧૩૮. કથાકાર સંયમી નથી હોતા, પ્રાસ્તિક અને ધર્મના પ્રચારક પણ સંયમી નથી થતા. અનુત્તર ધર્મ જાણી ક્રિયા કરે, નહિ કે મમતા કરે.
૧૩૯. જે ગુપ્ત છે તે જાહેર ન કરે, ઉત્કર્ષ અને કીર્તિ બ્રાહ્મણ ન કરે. તેને સારો વિવેક કહ્યો છે, કે જેને પ્રિયકર ધ્રુવ માર્ગ કહ્યો છે.
૧૪૦. બેફિકર થઈ પોતાના હિત માટે સુવ્રતો પાળે, ધર્માર્થિ મુનિ તપશ્ચર્યા કરે. સર્વ ઇન્દ્રિયો પર કાબુ રાખી વિચરે . પોતાનું હિત મળવું મુશ્કેલ હોય છે.
૧૪૧. પૂર્વે સાચું સાંભળ્યું નથી અથવા તેથી જાગ્રત થયો નથી. મુનિ જ્ઞાતપુત્રે કે જે સર્વ જગતને જાણે છે તે સંપૂર્ણ જગદર્શક છે તેમને મુનિયોને સામાયિક કરવા કહ્યું છે.
૧૪૨. આ સર્વશ્રેષ્ઠ ધર્મને માન, તે હિતકર છે. ઘણા માણસો ગુરૂની ઇચ્છા મુજબ વર્તે છે. વિ૨ત થઈ આ સંસારનો મોટો પ્રવાહ તરે છે આમ કહ્યું છે.
બીજો ઉદ્દેશ પૂરો થયો.
37