________________
૨.
અધ્યયન બીજું ‘વૈદારિક’’ ઉદ્દેશ પહેલો
૮૯. રાત્રીયોનો અંત નથી હોતો તેમ જ ફરીથી જીવન મળવું તે સહેલું નથી. માટે આ સારી રીતે જાણી લે, શા માટે સમજતો નથી ? મરવા પછી સદ્બોધ મળવો દુર્લભ છે.
૯૦. જો જુવાન, વૃદ્ધ અને ગર્ભમાંનો જીવ અને માનવો ચાલ્યા જાય છે. જેમ શેન પંખી વર્તકને હરી જાય છે તેમ જ આ આયુષ્ય તૂટી જાય છે.
૯૧.
માતા અને પિતા પણ લુપ્ત થાય છે, મરવા પછી સુગતિ મળવી મુશ્કેલ છે. આ સર્વે ભયો જાણી સુવ્રતધારી હિંસાનો ત્યાગ કરે.
૯૨. જે જીવો આ લોકે પૃથક્ પૃથક્ જીવે છે તે જીવો કર્મોથી લુપ્ત થાય છે. પોતાનાં જ કૃત્યો વડે ડૂબે છે, કર્મો તેની પીઠ છોડતાં નથી.
૯૩. દેવો, ગંધર્વો, રાક્ષસો, અસુરો, સ્થલચરો, સાપ, રાજા, નરશ્રેષ્ઠી અને બ્રાહ્મણ પણ દુ:ખી થઈ સ્થાનેથી ચાલી જાય છે.
૯૪. ઘણાએ જીવો વિષયાસક્ત થઈ સંસ્થવ કરે છે અને તે કર્મો ઘણા કાળ સુધી સહન કરે છે. જેમ તાડફળ પડે તેમ જ આયુષ્ય તૂટી પડે છે.
૯૫. ઘણાએ માણસો, ઘણાજ ભણેલા હોય છે તે ધાર્મિકો, બ્રાહ્મણો, ભિક્ષુઓ પણ હોય, જ્યારે તે માયાનાં કૃત્યો કરે છે ત્યારે તે તીવ્ર કર્મો કર્યે જાય છે.
૯૬. હવે વિવેકથી જો, તર્યા વગર આ સઘળું ધ્રુવ લાગે છે. જ્યાં શરૂઆત જ નથી, ત્યાં છેડો ક્યાંથી હોય ? વખતો વખત તે હિંસાના કૃત્યો કર્યે જાય છે.
25