________________
૯૭. જો પણ નગ્ન થઈ ફરે કે એક માસના અંતે ખાય તો પણ જો તે માયાથી
મદ કરે તો અનંતવાર ગર્ભમાં આવશે.
૯૮. હે પુરુષ! પાપકર્મોને છોડ. માણસનું જીવન નષ્ટ થાય છે. જ્યારે માણસ
મોહમાં પડે ત્યારે તે વ્રતહીન વિષયાસક્ત થાય છે.
૯૯, જેને વિહાર કરવાનો યોગ છે, પણ ત્યાં નાના નાના જીવો હોવાથી માર્ગ
કઠણ છે, તે ભગવાન વીરના સિદ્ધાંત અર્થે જ ચાલે છે અને ઉપદેશ કરે
૧૦૦. વીર વિરતિથી ધર્મનું ઉત્થાન કરે છે, ક્રોધ અને ભીરુતાનો નાશ કરે છે. તે
સર્વ રીતે હિંસા નથી કરતો, નિવૃત્તિ લઈ તે પાપથી વિરત થાય છે.
૧૦૧. અહીં તારો નાશ થશે એમ નથી, પણ આ લોકે સર્વ જીવો નાશ પામે છે.
પોતાના ભલા માટે વિચાર કર. જ્યારે તેને પૂછે ત્યારે બેફિકર થઈ ખોટા જવાબ દે છે.
૧૦૨. કુળવાન કર્મોના લેપને ધોઈ નાખે છે. તે શરીરને અનશને (તપથી) કૃષ
કરે છે. તે મુનિનો ધર્મ જ પ્રવેદે છે અને અહિંસાનું કથન કરે છે.
૧૦૩. જ્યારે પંખીની પાંખો ધૂળથી ભરાય છે, ત્યારે તે દૂર કરવા ધસે છે. તે જ
રીતે તપસ્વી બ્રાહ્મણ તપમાં લીન થઈ કર્મક્ષય કરે છે.
૧૦૪. ઘરની ઇચ્છાથી મન ઊઠતા, તે શ્રમણ તપસ્વી એક જ સ્થાને સ્થિર થાય
છે. જુવાન અને ઘરડા પ્રાર્થે છતાંએ સુશ્રુષા અર્થે પણ તે તેમને મળતો નથી, તે લાભ ન આપે.
૧૦૫. ભલે કરુણાજનક વિનંતી કરે, અને પુત્ર અર્થે રડે તો પણ દ્રવેલો ભિક્ષુ જે
ત્યાં સમુસ્થિત છે તે તેમને મળે નહીં કે તેમની સાથે ઘરે રહેવા જાય નહિ.
27
- -