________________
૧૦૬. જ્યાં સુધી તે વિષયોથી દૂર છે, અને તે ઘર બાંધવા જાય નહિ, જ્યારે તે
મુનિ, જીવનની ઇચ્છા નથી કરતો ત્યારે તે ઘેર જઈ રહેવાનું કરે નહિ કે લાભ આપે નહિ.
૧૦૭. માતા-પિતા, છોકરી અને સ્ત્રી તે સ્નેહથી માયા કરે છે. જૂઓ અમે તમને
દેખીએ છીએ, અમારું પોષણ કરો, બીજા લોકોને પોસવાનું છોડી દો. ૧૦૮. વતરહિત માણસ મોહમાં પડે છે, એકબીજામાં મૂચ્છ પામે છે, પ્રતિકૂળ
તે પ્રતિકૂળતાથી જ ડૂબે છે. પછી તે પાપયુક્ત બોલે છે.
૧૦૯. ત્યારે પ્રવેલો પંડિત દેખે છે અને પાપથી વિરત થાય છે, અને નિવૃત્ત થવા
માંગે છે. ભગવાન વીરે વિધિપૂર્વક કહ્યું છે કે સિદ્ધિનો માર્ગ જ આયુને ધ્રુવ કરે છે, તે તરફ લઈ જાય છે.
૧૧૦. મન, વચન અને કાયાથી સુવ્રતધારી થઈ આ વેતાલિય માર્ગમાં દાખલ
થાવ. ધન - દોલત, જ્ઞાતિજનો અને હિંસાને ત્યાગો. પછી સુવ્રત ધારતાં વિચારો.
આમ હું કહું છું. અધ્યયન બીજાનો પ્રથમ ઉદ્દેશ પૂરો થયો.
29