________________
૮૫. જ્ઞાની પુરૂષોના ઉપદેશનો સાર, કોઈની હિંસા જરા પણ ન જ કરવી તેમ છે. અહિંસાનો સિદ્ધાંત અહીં વર્તે છે તે જાણી લે.
૮૬. હે અણગાર! આત્માનું રક્ષણ ક૨વા અર્થે ઉત્સાહિત થા. હલનચલન, બેસવું, સૂવું, અને ભાતપાણી અર્થે જાગ્રતિ રાખ. તે પણ આખી જિંદગી પૂરી થાય ત્યાં સુધી.
૮૭. મુનિ આ ત્રણે સ્થાનોમાં સંયમથી હમેશાં વર્તે. તે કીર્તિ, ક્રોધ, માયા અને લોભને અડે નહિ.
૮૮. સાધુ પાંચ સમિતિયો સદાયે પાળે, તે પાંચ સંવરનો વ્રતધારી થાય. તે પોતાનું અસ્તિત્વ દૂર કરી મોક્ષમાર્ગે ચાલી જાય.
આમ હું કહું છું. પ્રથમ અધ્યયનનો ચોથો ઉદ્દેશ પૂરો થયો.
23