________________
અધ્યયન ૧ : ઉદેશ ચોથો
૭૬. બાળપંડિત માને છે કે આ સંસાર જીતી શરણ ન મળે. તે પૂર્વેના સંબંધો
અને સંજોગો છોડી આરંભ સમારંભનો ઉપદેશ કરતો થાય છે.
૭૭. તે સર્વે જાણીને ભિક્ષુ તેમાં મૂચ્છ પામે નહિ. તે અનુત્કર્ષવાન થઈ સાવધગીરી
પાળે અને મધ્યમાર્ગે જીવે.
૭૮. કોઈ સાધુ પરિગ્રહ કરે અને હિંસા પણ કરે એમ કહ્યું છે. સારો ભિક્ષુ
અપરિગ્રહી થાય, હિંસા કરે નહિ, આ રક્ષણના માર્ગે તે ફર્યા કરે.
૭૯. કરેલો આહાર ઇચ્છે. સ્વેચ્છાએ આપેલું જ ખાય. વિદ્વાન વિપ્રમુક્ત થઈ
અપમાન જેવા શબ્દો ન બોલે.
૮૦. લોકના બોલચાલ અને વાદને શાંત કરે, એમ કહ્યું છે. વિપરીત પ્રજ્ઞાવાળા
એકબીજા સાથે અસત્ય બોલે છે.
આ લોક અનંત અને નિત્ય છે. વળી તે શાશ્વત હોવાથી તેનો નાશ ન થાય. પણ ધીર પુરૂષ કહે છે કે આ લોકને અંત છે, તેથી તે નિત્ય નથી.
૮૨. તે પ્રમાણ વિનાનો છે એમ કહ્યું છે. પણ ધીર પુરૂષ કહે છે કે બધું જ
પ્રમાણવાળું છે, એમ તે જુએ છે.
૮૩. જે કોઈ ત્રસ પ્રાણીયો છે, તે ઊભા હોય કે સ્થાવર હોય, પર્યાય વડે તે
સારાં દેખાય છે, તેથી જ તે ત્રસ સ્થાવર કહેવાય છે.
૮૪. ઊભા થઈ પ્રાણીયો આ જગમાં જોયા કરે છે, તે જ્યારે સંકટ આવે ત્યારે
નાશ પામે છે અથવા દોડી જાય છે. તે બધાયે દુઃખોથી આકુળ થાય છે, રડે પણ છે. માટે તે સર્વેની હિંસા ન કરો.
2