________________
૬૯. મોટું સંકટ અપાયું છે. તેને દુ:ખ જ જાણી લેવું. જ્યારે તે સંકટ ક્યારે
આવશે, તે જાણ્યું નથી તો તેનો ઉપાય કોણ કહી શકે?
૭૦. આત્મા શુદ્ધ અને પાપ વિનાનો છે, એમ કહે છે. જ્યારે તે ક્રિીડા કરે છે,
ત્યારે તે દોષથી અપરાધી થાય છે.
૭૧. શરૂઆતમાં અહીં મુનિ સુવ્રતધારી થાય છે, પછી તે અશુદ્ધ થાય છે. જ્યારે
તે વિકૃત ભોજન કરે છે ત્યારે તે અકર્મી, કર્મયુક્ત થાય છે.
૭૨. આ પ્રમાણે વર્તતો તે બુદ્ધિમાન બ્રહ્મચર્ય ન જ પાળે. જાંદા જુદા પાપકર્મો ' કરી તેના સર્વે આચાર ભ્રષ્ટ થાય છે.
૭૩. સેંકડો સેંકડો વાર ઊપજ્યા વિના અન્ય રીતે તેને સિદ્ધિ ન જ મળે. સર્વ
કામભોગોને લઈ તે નીચે વસવાટ કરે છે.
૭૪. સિદ્ધ જીવો નિરોગી થાય છે એમ કહે છે. સિદ્ધિ મેળવવા માટે માણસો
શાશ્વત પ્રયત્નો કરતા રહે છે.
૭૫. અનાદિકાળથી ચારિત્ર્ય વિનાના માણસો આ લોકે વારંવાર ભ્રમણ કરે
છે. તે કલ્પકાળે અસુરોના સ્થાને, જે ગંદું છે ત્યાં ઊપજે છે.
આમ હું કહું છું. ત્રીજો ઉદ્દેશ પૂરો થયો.
19