________________
અધ્યયન ૧ઃ ઉદેશ ત્રીજો
૬૦. જો જરા પણ આહાર પૂરતું કરવા અર્થે શ્રદ્ધાવડે મળે, ભલે તે હજારો વચ્ચે
પસાર થાય, તો પણ તે ખાવાથી બે પક્ષનું જ સેવન કરેલું થાય.
૬૧. તે વિષે જાણી હે અભણ! તું છીછરાં પાણીમાંના માછલાંની જેમ, વધારે
પાણી આવે તેમ વિષમ રીતે વર્તે છે.
૬૨. અલ્પ પાણી સુકાય તેથી તે માછલાનો ઘાત થાય છે. વળી ઢંક અને કંક
પક્ષીયો માંસ મેળવવા અર્થે તેને ઉપાડી જાય, આમ બીજી રીતે પણ ઘાત થાય છે. આમ તે બે દુઃખો થયા.
૬૩. તેથી હે શ્રમણ ! વર્તમાનકાળે તું સુખ ઇચ્છે છે. છીછરા પાણીમાંના
માછલાંની જેમ જ અનંત ઘાત ઇચ્છે છે.
૬૪. આ છે બીજું અજ્ઞાન, એમ કહ્યું છે કે, દેવે આ લોક ઉપજાવ્યો છે અને
બ્રહ્મા તેને આવરે છે.
૬૫. ઈશ્વરે આ લોક કર્યો છે અને પ્રધાન વડે તે આવર્યો છે. તે જીવાજીવથી
સમાયેલો છે. વળી તે સુખદુઃખથી પૂરો ભરાયેલો છે.
૬૬. સ્વયંભૂએ આ લોક ઉપજાવ્યો છે આમ ઋષિઓએ કહ્યું છે. યમરાજાએ
માયા સ્થાપી છે તેથી આ લોક અશાશ્વત છે.
૬૭. કોઈ શ્રમણ બ્રાહ્મણ કહે છે કે, આ જગ ઈંડાથી ઊપજ્યું છે. વિષ્ણુએ
અંધારું દૂર કર્યું છે. આમ તે અજ્ઞાનથી ખોટું કહે છે.
૬૮. સેંકડો પર્યાયોથી આ લોક ઊપજ્યો છે એમ કહે છે. ત્યારે તે નથી જાણતાં
કે તેનો ક્યારે પણ વિનાશ થશે નહિ.