________________
૨૮.
અધ્યયન ૧ : ઉદ્દેશ બીજો
જીવો પૃથક્ પૃથક્ ઊપજે છે એમ કોઈએ કહ્યું છે. તે સુખ અને દુઃખ ભોગવે છે, અથવા તે સ્થાને, મરણ પામે છે.
૨૯. તે દુઃખો જાતે કર્યાં નથી, તો બીજા વડે કેમ કરી થાય ? તે દુઃખો કે સુખો ભલે સહ્યા હોય કે નહિ.
૩૦. પૃથક્ જીવો, દુઃખ કે સુખ, ન પોતે કરેલું કે અન્ય વડે, પણ ભોગવે છે. તે તેમનો સંગાથ કરે છે, એમ કોઈ કહે છે.
૩૧.
પણ
આમ મૂર્ખ માણસો કે જે પોતાને પંડિત માને છે તે આમ બોલે છે. નિયત એ જ અનિયત છે તે આ બુદ્ધિ-હીન અજ્ઞાની જાણતા નથી.
૩૨. કોઈ આની ઉપાસના કરે છે અને પહેલાથી ધારેલું બોલી મજા માને છે. હવે તે પહેલાની જેમ જ હોવાથી, દુ:ખોને દૂર નથી કરતા.
૩૩. જ્યારે ભય નથી ત્યારે જાનવર વેગપૂર્વક દોડે જાય છે. તે શંકા વગરની જગ્યાને શંકે છે, પણ શંકાવાળી જગ્યાની તે શંકા કરતો નથી.
૩૪. રક્ષણની શંકા કરતો, પાશની શંકા કરતો નથી. અજ્ઞાનરૂપી ભયથી ગ્રસ્ત થયેલો તરત જ ત્યાંને ત્યાં જ ભ્રમમાં પડે છે.
૩૫. હવે તેનું દોડવાનું વધ્યું, પણ નીચે પગ બંધાયાથી તે દોડી શકે નહીં ત્યારે પગના પાશ છોડી મૂકવા તે મૂર્ખ નથી જોતો.
૩૬. તે નુકસાન થયેલો આત્મા, શત્રુને ન જાણી, વિષમ રીતે વર્તે છે. હવે તેના પગ ફાંસથી બંધાયેલા હોવાથી, તે ત્યાં જ ઘાતને શરણે થાય છે.
9