________________
૩૭. તે પ્રમાણે જ, હે મિથ્યાત્વી અનાર્ય શ્રમણ ! તું શંકા ન હોય તેની શંકા કરે
છે, અને શંકાયુક્ત હોય તેની શંકા નથી કરતો.
૩૮. હે મૂઢ! જે ધર્મની પ્રજ્ઞાપના છે, તેનીતું શંકા કરે છે, પણ હિંસાના કૃત્યોની
શંકા નથી કરતો, જાણે કે તું અભણ છે.
૩૯. સર્વ જાતનો ઉત્કર્ષ અને પ્રશંસાનો ત્યાગ કરે. કરવા જેવું ન કરી, તે
જાનવરનો નાશ થયો.
૪૦. હે મિથ્યાત્વી અનાર્ય! જે આ નથી જાણતો, તે જાનવરની જેમ ફાંસમાં
પડી અનંત ઘાતની ઇચ્છા કરે છે.
૪૧. કોઈ બ્રાહ્મણ શ્રમણ સઘળું જ્ઞાન પોતે જ કહે છે. પરંતુ આ સર્વ લોકે જે
સર્વે જીવો છે, તે વિશે તેને જરા પણ જ્ઞાન નથી.
૪૨. જ્યારે કોઈ આંધળો, ઉઘાડી આંખોવાળાને વૃત્ત કહે છે ત્યારે તે તે કથનનો
હેતું નથી જાણતો, પણ બોલવા ખાતર જ બોલે છે.
૪૩. આ જ રીતે કોઈ અજ્ઞાની પોતાનું જ્ઞાન સેંકડો વિષયોથી કહે છે. પણ તેનો
નિશ્ચય અર્થ, તે નથી જાણતો જાણે કે તેણે આંખો મીંચી છે અને ભણ્યો નથી.
૪૪. અજ્ઞાનીનું જ્ઞાન અજ્ઞાન વડે ન જ જાય. જો પોતાનું જ પૂરું ન હોય તો
બીજાને કેમ કરી શીખવાડે ?
૪૫. જ્યારે કોઈ મંદ માણસ મૂર્ખનેતા વડે દોરાય છે. બન્ને પણ અભણ હોવાથી
તીવ્ર શોક પામે છે.
૪૬. એક આંધળો ગણગણતો અંધમાર્ગે દૂર જાય છે. ગેરરસ્તો જાણી તે પાછો
ફરે છે અથવા એ જ માર્ગે જાય છે.
11.