________________
૯. જેમ પૃથ્વીના સ્થંભ ઉપરથી એક જ અનેક રૂપે વર્તાય છે તેમ હે ભવ્ય! આ
સર્વ જગતમાં વિદ્યા તેમ જ વર્તાય છે.
૧૦. આ રીતે કોઈ મંદ જે હિંસા માટે નિશ્ચિત છે, તે ગર્વથી બબડે છે, જે જાતે
પાપ કરે છે તે તીવ્ર દુઃખો ઇચ્છે છે.
૧૧. દરેકનો આત્મા સંપૂર્ણ હોય છે, ભલે તે મૂર્ખ હોય કે પંડિત હોય. જ્યારે તે
મરે ત્યારે તે નથી હોતો. આત્મા અકસ્માતથી ન જ ઊપજે.
૧૨. પુણ્ય કે પાપ નથી હોતું. આ લોક કે પરલોક પણ નથી. શરીરનો નાશ
થાય ત્યારે દેહધારીનો પણ નાશ થાય છે.
૧૩. કરવું કે કરાવવું આ સર્વે કરેલું વિદ્યમાન નથી હોતું. કારણ આત્મા કશુંયે
કરતો નથી, આમ તે બેશરમી બોલે છે.
૧૪. જે આમ બોલ્યા કરે છે તેને લોક કે પરલોક ક્યાંથી હોય? તે એક અંધારેથી - બીજા અંધારે જાય છે. તે હિંસાખોર જે હિંસા કરવા નિશ્ચિત છે તે મૂર્ખ છે.
૧૫. કોઈ કહે છે કે અહીં પાંચ મહાભૂતો છે. ત્યારે બીજો કોઈ કહે છે કે આત્મા
તે છઠ્ઠો છે અને તે આ લોકમાં શાશ્વત છે.
૧૬. વળી તેનો નાશ નથી કે તે અહીં ઊપજતો પણ નથી. આ સઘળું સર્વે ભાવ
સાથે નિયતિ ભાવમાં સમાય છે.
૧૭. કોઈ ક્ષણયોગી મૂર્ખ કહે છે કે, અહીં પાંચ સ્કંધો છે. અન્ય કે અનન્ય તે
કહેતો નથી. વળી તેનો હેતુ કે અહેતુ વિષે કશુંયે નથી કહેતો.
૧૮. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચારે ધાતુઓથી આ રૂપ થાય છે એમ
કોઈ જાણકાર કહે છે.