________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
ખળભળેલા મહાસાગરનાં મોજાં જેવી હૃદયની વૃત્તિઓને કાઇક લોકોત્તર શાંતિ આપનાર એ અદ્દભુત સંયમવૃત્તિ છે. શાક, દુઃખ અને નિરાશાથી ભરેલા મનુષ્યજીવનમાં “ખારા સમુદ્રમાં મીઠી વીરડી'ની પેઠે કાંઈક વિલક્ષણ મીઠાશ આપનાર એ સુધારસ છે. આમ અનેક અક૯ય સિદ્ધિઓની પ્રાપ્તિ પ્રાર્થનાવડે થાય છે.
અત્રે એક શંકા થશે કે, પરમાત્મા “દાદર સુર” કઈ દિવ્ય ધામમાં વિરાજે છે, તેથી એક માનવબાળની પ્રાર્થના સાંભળે ખરો ? વળી એ સાંભળે તોપણ જેના એક એક રોમના અગ્રમાં અનંતકોટિ બ્રહ્માંડ વસેલાં છે અને જેના નિમેંલા પ્રત્યેક બ્રહ્માંડમાં અસંખ્ય જંતુઓ રહેલાં છેઝ એવા અખિલ વિશ્વનાયકને એક મનુષ્યના ભાગ્યાતૂટયા ઉગારની શી ગણત્રી ? પરંતુ પ્રભુના સત્ય સ્વરૂપની સમજણ આગળ પૂર્વોક્ત શંકાની નિરર્થકતા જણાઈ આવે છે. પ્રભુ દૂર છતાં પણ સમીપ છે; તેથીજ ઉપનિષદ્ કહે છે કે “ટૂ વાતડ તત્ (એટ વન્સ ફાર ઑફ એન્ડ નિયર) અર્થાત “દર અને નજીક’ એવું પરમાત્માનું સ્વરૂપ છે. પ્રભુ જગતથી પર છે એ સાચું, પણ તે જગત અને જીવન અંતર્યામી પણ છે. પ્રત્યેક ભૌતિક પરમાણુના અંતરમાં તેમજ પ્રત્યેક જીવાતમાના અંતરમાં આત્મતત્વસ્વરૂપે એ વાસ કરી રહેલ છે. ટેનિસન નીચલા ભાવનું યોગ્ય જ કહે છે કે:--
મનુષ્યહદયની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. પ્રાર્થના દ્વારા જીવાત્મા અને પરમાત્માને વેગ થાય છે, કારણ કે ઉસ અને શરીરના અવય કરતાં પ્રભુ વધારે નજીક છે. તેથી મનુષ્ય એના દ:ખના સમયમાં એની અનાથતામાં--એના અંતરમાં વિરાજતા અંતર્યામી સિવાય કેાની સહાયતા માગે ? ઘોર સંકટમાં ઘેરાયેલ ગજેન્દ્ર, દ્રૌપદી આદિ આ ભકતોના હૃદયના ઉંડાણની ચીસ પ્રભુએ સાંભળી અને તેમની વહારે ધાયા.”
હવે એક બીજો પ્રશ્ન એ થાય છે કે, પ્રભુ મનુષ્યની પ્રાર્થના સાંભળે તો પણ તે સહાય કરી શકે ખરો? આ સમસ્ત વિશ્વ કાર્ય-કારણના અચલ નિયમથી સંકલિત છે. આ સાર્વત્રિક નિયમ
મા ભક્તહૃદયને સાંત્વન અને સહાયતા કેમ આપી શકે? આ શંકા પણ અસ્થાને છે. જે નિયમ સર્વશક્તિમાન પ્રભુએ પ્રવર્તાવેલા છે, તે એને બાંધી શકતા નથી. ટેનીસન કહે છે કે, નિયમરૂપી લોઢાની સાંકળથી જડેલા જગતની પાર ભક્તહૃદયની પ્રાર્થના પહોંચી શકે છે અને એ નિયમના પ્રવર્તાવનાર પ્રભુને ભેટે છે. વસ્તુતઃ આ વિશ્વ કાર્યોકારણરૂપી નિયમની શંખલાથી બંધાયેલ નથી, પરંતુ પરમાત્માથી વસાયેલું છે. એ નિયમ પણ ચૈતન્યની ઝલકનોજ આવિર્ભાવ છે. આમ વિશ્વમાં પ્રવર્તી રહેલા અનેક નિયમોઠારા પરમાત્માનું સ્વરૂપ પ્રકટ થાય છે અને ભક્તનું કલ્યાણ કરે છે.
પ્રાર્થના એ બુદ્ધિનો વિલાસ નથી કે હદયને ક્ષણિક ઉભરો નથી કે અર્થહીન ક્રિયા નથી, પરંતુ જીવાત્માની પરમાત્મામાટે સ્વાભાવિક વ્યાકુળતા છેકારણ કે જીવાત્મા એ પરમાત્માનું પ્રતિબિંબ છે. પ્રાર્થનામાં કૃત્રિમતાને લેશ પણ રમવકાશ નથી. ખરા હૃદયની પ્રાર્થનામાં મનુષ્યના સકલ આત્મા-બુદ્ધિ, હદય અને પ્રકૃતિ–પરમાત્માભિમુખ થવા માટે તપે છે. પ્રાર્થનાઠારી અંતઃકરણ નમ્ર અને નિર્મળ બને છે અને નિર્મળ અંત:કરણઠારાજ ઈશ્વરનાં દર્શન થાય છે.
અંતમાં “ભારતના ભાગ્યવિધાતાએ' તે ભારતવર્ષના અદષ્ટનું નિર્માણ કર્યું જ હશે. વર્તામાન સંક્ષુબ્ધ વાતાવરણમાં તો વીર નર્મદની પ્રાર્થનામાં ભળીને એ અદષ્ટ નિર્માતાને અંતઃકરણપૂર્વક એટલું જ વિનવીએ કે --
હિંદ દેશને થાપે, હરિ ! – નિજ કરીને થાપે !” ( ચિત્રમય જગતના નવેમ્બર ૧૯૨૭ ના અંકમાં લેખક-રતિલાલ મોહનલાલ ત્રિવેદી)
* “ હારે મઅરે બ્રહ્માંડ અનંત, એકેક બ્રહ્માંડે વસે બહુ જંત”
(પ્રેમાનંદકૃત ભાગવત દશમરકંધ.) * 'ईशावास्यमिदं सर्व यत् किं च जगत्यां जगत्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com