________________
शुभसंग्रह-भाग त्रीजो
૧-પ્રાર્થનાનું સામર્થ્ય
' હે રસસાગર પ્રભુ ! તારા સ્વરૂપને પાર પામવા મનુષ્યબુદ્ધિ અસંખ્ય વર્ષો થયાં મહાભારત પ્રયત્ન કરી રહી છે, પરંતુ અદ્યાપિપર્યત તારો પાર પામી શકી નથી. તારા સ્વરૂપેપર જગતના મહાન તત્વચિંતકેએ જુજવા મત પ્રવર્તાવ્યા છે, પરંતુ તે સઘળાં તેમનો સમય પૂરો થતાં વિરામ પામ્યાં છે અને તારે નહિ જેવો પ્રકાશજ પ્રાપ્ત કરી શક્યાં છે. અમારા પામર મનુષ્યના અલ્પ વિચારો તારા અનંત તેજોમય અમૃતમય સ્વરૂપનું નિરૂપણ કરવા સમર્થ નથી. હે દયાસિંધુ ! તું વાણી, મન અને ઇન્દ્રિયોથી પર હોવાને લીધે અમારી બુદ્ધિ તારું ગ્રહણ કરી શકતી નથી એ ખરું, પણ જે સામર્થ્ય અમારી બુદ્ધિમાં નથી, તે તારી કૃપાવડે તારા પ્રત્યે પ્રેમથી છલોછલ ઉભરાતા અમારા હૃદયમાં છે. અમારા હૃદયમાં સ્થિર થયેલી પરમ શ્રદ્ધાથકી અમે આ વિશ્વમાં તેમજ અમારા અંતરાત્મામાં તારું દર્શન કરી શકીએ તેમ છીએ. હે સર્વજ્ઞ પ્રભુ ! જ્ઞાન એ પણ વસ્તુતઃ તારું જ સ્વરૂપ છે. અમારી બુદ્ધિનો ઉત્પાદક અને પ્રેરક તું જ છે. અજ્ઞાનતિમિરમાં જ્ઞાનરૂપી તેજોમય કિરણે વરનાર શક્તિ પણ તું જ છે. આ વિશ્વમાં જ્ઞાન યથેચ્છ વૃદ્ધિ પામે, પરંતુ જ્ઞાનના વિકાસની સાથે અમારા હૃદયમાં હારા પ્રતિ પરમ શ્રદ્ધા અને આદર ઉત્તરોત્તર વિકાસ પામો. કે જેથી હે સંગીતનાયક ! બુદ્ધિ અને હૃદયના સૂરની સૂરાવટમાંથી અપૂર્વ અને ભવ્ય સંગીત ઉત્પન્ન થાય.
સાધુજીવને એ કૃપાણની ધાર છે, પુરુષની પ્રભુ કઠણમાં કઠણ કસોટી કરે છે–એને પૂરેપૂરે તાવે છે; પરંતુ અનેક દુઃસહ પ્રસંગોમાં પણ એ સન્નિષ્ઠામાંથી ભ્રષ્ટ થતો નથી. ચંદનના લાકડાને અધિક ઘસવાથી જેમ અધિક સુવાસ પ્રસરે છે, તેમ સંકટના સમયમાં પુરુષના આત્મા અલૌકિક સુગંધ પ્રકટ કરે છે. સંકટો આવ્યા છતાં ભક્તજનની પ્રભુમાં સ્થિર થયેલી શ્રદ્ધા લેશ પણ ડગતી નથી-બકે દુઃખમાં દિગુણ ભક્તિભાવથી ભક્ત પ્રભુ તરફ આકર્ષાય છે. જેમ માતા બાળકને ધમકાવે છે અને રોવરાવે છે, તો પણ બાળક માતાને જ વળગતું જાય છે અને તેના ખોળામાં જ સૂઈ જાય છે; તેમ સંસારનાં દુઃખો માથે આવે, તે પણ ભક્ત પ્રભુને વળગતે જાય છે અને પ્રભુમાં ચિત્ત લગાડી તેમાં જ લીન બને છે. પ્રભુ ઉપર આવી પરમ શ્રદ્ધાને લીધે જ કુંતા વારંવાર કહે છે કે “વિત્ર સતુ નઃ રાશ્વત્ તત્ર તત્ર જ્ઞાનુ” હે જગદ્ગુર શ્રીકૃષ્ણ ! અમને વિપત્તિઓ પડજે, કારણ કે તેમાંજ તારો વાસ છે. નરસિંહ મહેતા પણ કહે છે કે “સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડી. સાંસારિક દુઃખની સ્વાભાવિકતા અને અનિવાર્ય તાને અનુલક્ષીને ભક્તજનોએ આવા ઉદ્ગારો કાઢયા છે.
પરંતુ તીવ્ર દુઃખ અનુભવતાં છતાં મનુષ્યસ્વભાવસુલભ નિર્બળતાની ક્ષણે સતપુરુષના જીવનમાં કદાપિ નહિ આવતી હોય ? એ સહજ મન થાય છે. આને ઉત્તર એ કે, વત્તાઓછા પ્રમાણમાં પ્રત્યેક સંસારી જીવના જીવનમાં એવી ક્ષણો જરૂર આવે છે. પ્રભુનો પંથ અતિવિકટ છે. મહાન પ્રયત્ન અને અથાગ અતર્થંથાધારા એ લયસ્થાને પહોંચી શકાય તેમ છે. આવા દારુણું મંથનકાળમાં મનુષ્યનો “ડગમગતો પગ' સ્થિર રાખનારી અમેઘ શક્તિ કયી છે ? એ શક્તિ હદયના સાચા ભાવપૂર્વક પ્રભુનું સ્મરણ અને તજજન્ય વાચિક ઉદગાર' શબ્દાંતરમાં કહીએ તે પ્રભુની પ્રાર્થના છે. પ્રાર્થનાધારા મનુષ્યહદયની ઉંડામાં ઉંડી ખીણમાંથી ચૈતન્યને અટ ઝરે પરમાત્માભિમુખ વહે છે. પ્રાર્થના એ મનુષ્યઆત્માની સર્વોત્તમ વાસના છે, મનુષ્ય આત્માને પરમાત્મા સાથે જોડનાર એ અંકડો છે. સંકટના સમયમાં સંસારી જીવનું એ પરમ આશ્વાસન છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com