________________
બાળપણના ધાર્મિક સંસ્કારો
શ્રીમદ્ રાજચંદ્રના દાદાજી શ્રીકૃષ્ણના ભકત હતા; જ્યારે શ્રીમનાં માતુશ્રી દેવબાઈ જૈન સંસ્કારે લાવ્યાં હતાં. વવાણિયાનાં બીજા વણિક કુટુંબે પણ જૈન ધર્મને અનુસરતાં હતાં. આ બધા સંસ્કારનું મિશ્રણ કેઈ અજબ રીતે ગંગા-યમુનાના સંગમની પેઠે બાળમહાત્માના હૃદયમાં રેલાતું હતું. શ્રીમદ્ રાજચંદ્ર બાવીસ વર્ષની વયે પોતાના બાળપણનું વર્ણન “સમુચ્ચય વયચર્યા” નામના લેખમાં કર્યું છે. એમાં શ્રીમદ્દ લખે છેઃ
મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતારે સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા; જેથી મને ભક્તિની સાથે તે અવતારમાં પ્રીતિ થઈ હતી અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી.
નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતે; વખતે વખત કથાઓ સાંભળતે વારંવાર અવતાર સંબંધી ચમત્કારમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org