________________
જીવનસાધના
આટલી કાળજી ને હોશિયારી છતાં વેપારની ધાલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠા પણ
જ્યારે પિતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તે પાસે પડયું જ હોય તે ઊઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે જ આવ્યા જ હોય. તેમની સાથે ધર્મચર્ચા કરતાં આંચકે ન ખાય..”
પિતાની “આત્મકથામાં ગાંધીજી આ બાબતમાં લખે છેઃ
જેના ઉપર હું મુગ્ધ થયે.........એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર્ય, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પિતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું.
“હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેરી અમારી રે.”
એ મુક્તાનંદનું વચન તેમને મેહે તે હતું જ, પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું.
પોતે હજારના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કેયડા ઉકેલતા; પણ એ વસ્તુ તેમને વિષય નહતી. તેમને વિષય – તેમને પુરુષાર્થ – તે આત્મઓળખ–હરિદર્શન હતું. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કઈ ને કઈ ધર્મપુસ્તક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org