________________
જીવન-સાધના
૧૧૩
મુનિઓને જ્ઞાનવાર્તા, સધ વગેરેને ચાર દિવસ સુધી લાભ આ .
આમ તે આ ઈડરનિવાસ દરમ્યાન શ્રીમદને તદ્દન એકાંત જોઈતું હતું, એટલે આવા પ્રસંગની તેમને ઈચ્છા નહતી. છતાં તે પહાડ ઉપર એકાંતમાં ફરવા જાય તે વખતે એક આંબાના વૃક્ષ નીચે મુનિઓને મળવાનું તેમણે ગોઠવ્યું હતું.
એ મુજબ મુનિઓ બીજે દિવસે આંબાના વૃક્ષ તળે જઈને શ્રીમદ્ભી રાહ જોવા લાગ્યા. એવામાં દૂર દૂરથી માગધી ગાથાઓના ઉચ્ચારણને અવાજ સંભળાવા લાગે. શ્રીમદ્ ગાથાઓની ધૂન લગાવતા ત્યાં આવી રહ્યા હતા. તેઓ નીચે આપેલી ગાથાઓનું રટણ કરતા હતા. એ ધૂન એકાદ કલાક સુધી ચાલ્યા કરીઃ
मा मुज्जह, मा रज्जह, मा दुस्सह इट्ठणि? अत्थेसु । थिरमिच्छह जइ चित्तं विचित्त झाणप्पसिद्धीए ॥ ४८ ॥ जं किंचिवि चितंता णिरीहवित्ती हवे जदा साहू । लभ्रूणय अयत्तं तदाहु तं तस्स णिच्चयं झाणं ॥ ५५ ॥ मा चिट्ठह, मा जंपह, मा चित्तह किंवि जेण हाई थिरो । अप्पा अप्पमि रओ, इणमेव परं हवे ज्झाणं ।। ५६ ॥
-द्रव्यसंग्रह ભાવાર્થ:
વિવિધ ધ્યાનમાં સિદ્ધિ મેળવવાને અર્થે તમારું ચિત્ત જે સ્થિર થયેલું ઈચ્છતા હે, તે ઈષ્ટ અને
અનિષ્ટ વિષયમાં મેહ ન કરે, રાગ ન કરે, દ્વેષ ન કરે. (૪૮) જી - સા - 2
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org