________________
૧૮૦
શ્રીમદ્ રાજચંદ્ર લે વખત અમૂલ્ય છે એ યાદ રાખે અને અાગ્ય રીતે કોઈ શક્તિને ઉપયોગ ન થાય તેની કાળજી રાખે. – એ સર્વમાન્ય ઉપદેશ છે.
પછી, રાજા, શ્રીમંત, વેપારી, બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, કૃપણ, ભાગ્યશાળી, ધર્માચાર્ય, અનુચર, દુરાચારી, દુઃખી વગેરેને તેમની ફરજો અને મર્યાદા બતાવી, પિતાપિતાનાં કૃત્ય કરવાની સૂચના આપી છે. - ત્યાર બાદ, ખાવાપીવામાં મિતાહારી થવાનું, તથા કામભાગોમાં સંયમી થવાનું સૂચવી, જીવનમાં અંતિમ લક્ષ્ય પ્રત્યે પણ દુર્લક્ષ ન કરવાની તાકીદ આપી છે. ધર્મનું મૂળ સપુરુષને વ્યવહાર છે; જુદાજુદા ધર્મોમાં માત્ર દષ્ટિભેદ છે, તાત્ત્વિક ભેદ નથી; ધાર્મિક જીવનમાં આવશ્યક વસ્તુ અમુક મત કે સંપ્રદાયમાં હેવાપણું નથી, પરંતુ સંસારમળ નાશ થાય તેવી ભક્તિ, નીતિ અને સદાચારની ક્રિયાઓ છે; અને તેને માટે ઓછામાં ઓછો અ પ્રહર પણ આપવું જોઈએ એમ સૂચવ્યું છે. તથા વાસ્તવિક આત્મચિંતન જે થયું તેટલા પૂરતો જ આજને દિવસ સફળ થયે એમ જૈણાવી, સૂતી વખતે ફરી પોતાનાં કામેનો હિસાબ કાઢવાનું સૂચવી માળા પૂરી કરી છે.
આ માળાનાં સૂત્રાત્મક વાક્ય વાંચનારની બાહ્ય વૃત્તિ રેકી પોતાને આજે કે હવે પછી શું કરવું તે વિચારમાં પ્રેરે તેવાં છે. વાંચનારની વિચારશક્તિ ખીલવી, શબ્દસમૂહ પાછળ રહેલા અર્થ અને પરમાર્થના પ્રદેશમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org