________________
૧૯૬
શ્રીમદ્ રાજચંદ્ર વિશેષે કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દષ્ટિએ શ્રીમનાં લખાણનું ભારે મૂલ્ય છે.
છેલા ત્રણ ચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જૈન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકની ચેમેરથી અનવરત માગણી થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાઓએ પોતપોતાની શક્યતા પ્રમાણે આવી માગણીને પહોંચી વળવા કાંઈ ને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમ જ નાનામેટાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે, પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધા વિશે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે, એ બધા પ્રયત્ન અને લગભગ એ બધું સાહિત્ય શ્રીમનાં લખાણે સામે બાલીશ અને કૃત્રિમ જેવું છે.
એમનાં લખાણોમાંથી જ અક્ષરેઅક્ષર અમુક ભાગે તારવી, અધિકારીની ગ્યતા અને વય પ્રમાણે પાઠ્યક્રમ ઘડી કાઢવામાં આવે, કે જેમાં કોઈ પણ જાતના ખર્ચ, પરિશ્રમ આદિને બેજ નથી, તે ધાર્મિક સાહિત્ય વિશેની જૈન સમાજની માગણને આજે પણ એમનાં લખાણથી બીજાં કઈ પણ પુસ્તક કરતાં વધારે સારી રીતે સંતેષી શકાય એમ છે. એમાં કુમારથી માંડી પ્રઢ ઉંમર સુધીના અને પ્રાથમિક અભ્યાસીથી માંડી ઊંડા ચિંતક સુધીના જિજ્ઞાસુ માટેની સામગ્રી મેજુદ છે. અલબત્ત એ સામગ્રીને સદુપયોગ કરવા વાસ્તે અસંકુચિત અને ગુણગ્રાહક માનસચક્ષુ જોઈએ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org