________________
२०४
શ્રીમદ રાજચંદ્ર હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી; જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. “સર્વસંગ” શબ્દને લક્ષ્યાર્થ એ છે કે, અખંડપણે આત્મધ્યાન કે બેધ મુખ્યપણે ન રખાવી શકે એ સંગ. આ અમે ટૂંકામાં લખ્યું છે, અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ.
દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એ અમારે નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારે આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હે, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે; પ્રાપ્ત કરવાને પૂર્ણ ગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે.”
આ સ્થિતિમાં પણ ઉપાધિને જગ વિશેષ હતે. શ્રીમદ્દ ચેત્ર સુદ છઠ, ૧૯૪ત્ના પત્રમાં જણાવે છેઃ
“ઉપાધિને જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જગની વિશેષ ઈચ્છા થઈ આવે છે. તેમતેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને ભીડે છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org