________________
જીવનસાધના
૨૧૫
એક સારી રકમની ટીપ કરી તેમાંથી મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રંથ પ્રસિદ્ધ કરાવી તત્ત્વવિચારણા માટે જનસમૂહને અનુકૂળતા મળે તેવા હેતુથી તે સંસ્થા સ્થપાઈ હતી.
લક્ષમીને ત્યાગ કર્યા પછી શ્રીમદ્ બહુ બારીકાઈથી વ્રત પાળતા. રેલગાડીની ટિકિટ સરખી પણ પિતાની પાસે રાખતા નહિ. “પરમશ્રુત પ્રભાવક મંડળને અંગે નાણાંની વાતમાં ભળવું પડે છે તે પણ અતિચાર રૂપે લેખતા.
પરંતુ આ અરસામાં શ્રીમની તબિયત ધીરેધીરે વધારે ને વધારે બગડતી જ ચાલી. હવાફેર માટે તેમને દરિયા કિનારે મુંબઈ, માટુંગા, શિવ અને વલસાડ પાસે તીથલ વગેરે સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી પછી વઢવાણ કેમ્પમાં લીંમડીના ઉતારામાં થોડે વખત રહેવાનું બન્યું હતું.
અહીં વઢવાણમાં શ્રીમદે બે ફોટા પદ્માસન અને કાઉસગ્ગ મુદ્રાના ભાઈ સુખલાલની માગણીથી પડાવ્યા હતા.
પછીથી રાજકેટ આણવામાં આવ્યા. અહીં ઘણુંખરા મુમુક્ષુઓ આવતા, પણ શરીર ઘણું અશક્ત થઈ ગયેલું હેવાને કારણે દાક્તરેએ શ્રીમદને વાતચીત પણ વિશેષ ન કરાવવાની ખાસ તકેદારી રાખી હતી.
પત્ર લખાવવા પડે તે એક બે લીટીના જ તેઓ લખાવતા. રાજકોટમાં લખેલા છેલ્લા પત્રો અહીં આપ્યા છેઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org